રફાળેશ્વર ખાતે પીપળે પાણી પાઇ પિતૃઓને તૃપ્ત કરતા હજારો શ્રદ્ધાળુઓ

- text


તીર્થધામ અને પિતૃમોક્ષ સ્થળે ભાવિકોની ભારે ભીડ

મોરબી : આજે શ્રાવણ માસનો અંતિમ દિવસ એટલે કે અમાવસ્યા અને તેમાં પણ સોમવાર, સોમવારથી પ્રારંભ થયેલ પવિત્ર શ્રાવણ માસનો અંતિમ દિવસ સોમવતી અમાસનો હોય આજે પિતૃમોક્ષ તીર્થધામ રફાળેશ્વર ખાતે ભાવિકોની ભારે ભીડ જોવા મળી રહી છે.
પવિત્ર શ્રાવણ માસની અમાસના દિવસે પિતૃઓને તૃપ્તિ માટે પીપળે પાણી પીવડાવવાના પરંપરાગત રિવાજ મુજબ આજે રફાળેશ્વર મહાદેવ મંદિરે વહેલી સવારથી જ ભાવિકોની ભારે ભીડ જામી છે.લાખો શ્રદ્ધાળુઓએ આજે તીર્થધામમાં પીપળાના વૃક્ષનું પૂજન કરી પ્રદક્ષિણા સાથે દૂધ,જવ-તલ યુક્ત પાણી પીવડાવી પિતૃદેવોને તૃપ્ત કર્યા હતા. આ ઉપરાંત રફાળેશ્વર મંદિર ખાતે આવેલા પવિત્ર કુંડનું પણ વિશેષ મહત્વ હોય ભાવિકોએ સ્નાન કરી પવિત્ર શ્રાવણ માસની પુર્ણાહુતી પ્રસંગે શિવભક્તિ સાથે આરાધના કરી હતી.

- text