ટંકારા નજીક અકસમાત : 2 નો ચમત્કારિક બચાવ

- text


ટંકારા : રાજકોટ મોરબી રોડ પર ટંકારા ની લતીપર ચોકડી એ આજે બપોરે1 વાગ્યા ના સુમારે મુદ્રા ના અદાણી માથી સ્પાઈશ પાવડર ભરી રાણાવાવ તરફ જતો ટ્રક નં. GJ 07 YY 4889 ના ડાઈવર રમેશ એ ચોકડી પાસે 2 બાઈક સવાર ને હડફેટે લીધા હતા. જોકે બાઈક સવાર સમય પારખી બન્ને વ્યક્તિ બાઈક પર થી કુદી ગયા હતા અને પોતાનો જીવ બચાવ્યો હતો. પરતુ બાઈક ને ટ્રક નીચે કચડી ને 200 મીટર જેટલું દૂર ઘસડી ગયું હતું અને ટ્રક રોડ પાર થી નીચે ઉતરી ગયો હતો. ટ્રક જ્યાં નીચે ઉતાર્યો ત્યાં જ ગરીબ પરિવારો ઝૂંપડું બાંધી રહે છે તેઓ પણ ટ્રક આવતો જોઈ પોતાનો જીવ બચાવવા ઘર માંથી ભાગ્ય હતા . સાથે જ બપોર નો સમય હોઈ શાળા એ થી છુટેલ 7 ,8 જેટલી વિદ્યાર્થીની બસ ની રાહ જોઈ ત્યાં ઉભી હતી તેઓ પણ પોતાનો જીવ બચાવવા ભાગી હતી અને થોડી વાર અફડાતફડી નો માહોલ સર્જાયો હતો. જોકે કોઈ ને કોઈ જાન હાનિ થયેલ નથી. અકસ્માત સર્જાતા જ લોકો નું ટોળું ભેગું થઈ ગયું હતું અને ડ્રાઈવર ને ટ્રક માંથી નીચે ઉતાર્યો હતો. ડ્રાઈવર એ ચાલાકી કરી એટેક આવ્યા નો ઢોગ કયો હતો પરંતુ તરત લોકો ને ખ્યાલ આવી ગયો હતો કે તે દારૂ પીધેલ છે અને નશા માં કાબુ ગુમાવ્યો હતો. લોકો એ ટ્રક ડ્રાઈવર ને પકડી પોલીસ ને હવાલે કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે ટંકારા માં છેલ્લા કેટલાય વર્ષો થી બસ સ્ટેન્ડ ના હોઈ લોકો ને રોડ પર ઉભા રહી બસ ની રાહ જોવી પડે છે. આજ જોકે વિદ્યાર્થીનીઓ આ અકસ્માત માંથી માંડ બચી હતી પરંતુ આ કાયમિની સમસ્યા છે પરંતુ લોકો ની બસ સ્ટેન્ડ ની માગણી હજુ સુધી કોઈ ઉકેલ આવેલ નથી. માત્ર કાગળ પર કામ કરી સંતોષ માનનારા કોઈ નો ભોગ લેવાય તે પહેલાં કામ શરૂ કરાવે તેવી માંગ ઉઠી છે. હાલ તો ટંકારા પોલીસ ના જમાદાર પિ. એન. ગોહિલ એ તપાસ નો ધમધમાટ શરૂ કર્યો છે

 

- text