ટંકારા તાલુકા પંચાયતના સ્વભંડોળમાંથી અસરગ્રસ્તોને સહાય વિતરણ

- text


ટંકારા તાલુકામાં થયેલ અતિવૃષ્ટિને કારણે ઘર વિહોણા થયેલ ૯૯ લાભાર્થીઅોને તાત્કાલિક ૪,૩૫,૬૦૦ રૂપીયા ટંકારા તાલુકા પંચાયતના સ્વભંડોળમાંથી સહાય વિતરણ કરેલ છે. ટંકારા તાલુકા પંચાયત પ્રમુખશ્રી ભુપેન્દ્રભાઈ ગોધાણી, ઉપ પ્રમુખશ્રી જીવણસિંહ ડોડિયા, જીલ્લા પંચાયત સદસ્યશ્રી મહેશભાઈ રાજકોટીયા, તાલુકા પંચાયત સદસ્યોશ્રી અને તાલુકા વિકાસ અધિકારીશ્રી પલ્લવીબેન બારૈયા તેમજ અે ટી.ડી.અો શ્રી વાધેલા સાહેબ દ્વારા સહાય ચુકવેલ છે. અને ટંકારા તાલુકાના જે પણ ગામમાં પશુઅોના મૃત્યું થયેલ છે તેને પણ ટંકારા તાલુકા પંચાયતના સ્વભંડોળમાંથી તાત્કાલીક સહાય આપેલ છે.

આ પ્રસંગે ટંકારા મામલતદાર સાહેબશ્રી, ડે. જીલ્લા વિકાસ અધિકારીશ્રી ગોવાણી સાહેબ અને સ્ટાફના કર્મચારીઆોશ્રીઅે સમયની પરવાહ કર્યા વિના સહાય વિતરણમાં હાજર રહ્યા હતા. આ કામગીરીને પ્રમુખશ્રી તેમજ ઉપપ્રમુખશ્રીઅે સ્ટાફની મહેનતને બિરદાવી હતી.

- text

 

- text