મોરબી : તલાટી કમ મંત્રીઓની તાત્કાલિક નિમણુંક કરવાની માંગ

- text


મોરબી : કોંગ્રેસ આગેવાન કાન્તિલાલ ડી. બાવરવાએ હાલ અટકી પડેલી તલાટી કમ મંત્રીઓની નિમણૂકના પ્રશ્ને મુખ્યસચિવ, ગુજરાત રાજ્યને રજુઆત કરી તાત્કાલિક તલાટી કમ મંત્રીઓની નિમણુક કરવાની માંગ કરી છે. બાવરવાએ રજુઆતમાં જણાવ્યું છે કે, ગુજરાત રાજ્ય માં તલાટી કમ મંત્રી ની નિમણુંક ની પ્રક્રિયા સામે જે હાઇકોર્ટ માં અપીલ દાખલ કરવા માં આવી હતી જેના કારણે આ નિમણુંકો થઇ સકતી ના હતી પરંતુ હવે જયારે અપીલ કરતા દ્વારા આ કેસ પાછો ખેંચી લેવામાં આવેલ છે ત્યારે આ નિમણુંકો તાત્કાલિક કરી ગ્રામ્ય પ્રજાને પડતી મુશ્કેલી નિવારવા અમારી આપ ને નમ્ર વિનંતી છે. જો આ નિમણુંકો થશે તો હાલ માં જે એક એક વ્યક્તિ પાસે ચાર-પાંચ ગામ ના ચાર્જ છે તેમાં ઘટાડો થશે. જેના લીધે તેઓ વધુ સારી રીતે કામ કરી શકશે. ગામ લોકો ના કામ જલ્દી થશે જેથી ગ્રામ્યજનો ની પરેશાની ઓછી થશે. તો ગ્રામ્યલોકો ની મુશ્કેલીઓ ને ધ્યાને લઇ આપ દ્વારા આ બાબતે કોઈ નક્કર હુકમો કરવા આવે તેવી લોકો ની લાગણી છે. તો આ બાબત ને અગત્ય ની ગણી તાત્કાલિક હુકમો થાય તેવું કરવાની માંગણી કરવામાં આવી છે.

- text

- text