મોરબી : ગુરૂપૂર્ણિમાની ઉજવણી હર્ષોલ્લાસપૂર્વક કરવામાં આવશે

- text


ગુરૂપૂર્ણિમા નજીક આવતાની સાથે ભકતોમાં ગુરૂની ભાવવંદના વ્યક્ત કરવા માટે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે મોરબીમાં ગુરૂપુર્ણિમાંની ભક્તિ ભાવ સાથે ઉજવણી કરવાનું ઠેરઠેર આયોજન કરવામાં આવ્યું છે.

- text

મોરબીનાં ધોળેશ્વ્રર રોડ ઉપર આવેલા સંત કેશવાનંદ બાપુના શાંતિવન આશ્રમ ખાતે ૮ જુલાઇનાં રોજ ગુરૂપર્ણિમાની શ્રધ્ધાભેર ઉજવણી કરવામાં આવશે. ગુરૂપર્ણિમાનાં અવસરે શાંતિવન આશ્રમ ખાતે ગુરૂપૂજન, ગુરૂયોગ, સત્યનારાયણ ભગવાનની કથા, મહાપ્રસાદ તથા રાત્રે સંતવાણીનો કાર્યક્રમ યોજાશે. જેમાં મોટાં સંખ્યામાં ભાવિકો ઉમટી પડીને ગુરૂનું પુજન કરી ગુરૂપ્રત્યેની ભક્તિ વ્યકત કરશે. આ ઉપરાંત શહેરમાં અનેક મંદિરો,આશ્રમો તથા શાળા કોલેજોમાં ગુરૂની પૂજા કરી ભાવવંદના કરાશે. સમાજમાં ગુરૂનું ઈશ્વર કરતાં વધુ મહત્વ છે. આથી જે લોકોએ પોતાનાં ગુરૂની કંઠી બાંધી તેમનાં જ્ઞાનથી પરમતત્વને પામી રહ્યા હોય ગુરૂપૂર્ણિમાનાં અવસરે શિષ્યો પોતાના ગુરૂની પૂજા કરીને ગુરૂદક્ષિણા આપીને ધન્યતાની લાગણી અનુભવશે.
તેમજ રામધન આશ્રમ ઉમિયા મંદિર ખાતે તા. ૮ જુલાઈનાં શનિવારનાં રોજ સવારે ૮ વાગ્યે ગુરુપૂર્ણિમા કાર્યક્રમની ઉજવણી રાખવામાં આવી છે. આ પ્રસંગે વ્યાસ પૂજન, પોથી પૂજન, કુમારિક પૂજન તેમજ રતનબેનનો સતસંગ અને બપોરે ૧૧ વાગ્યે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. ગુરુપૂર્ણિમાનાં પાવન પ્રસંગમાં દરેક ભાવિક ભક્તજનોને પધારવા શ્રી રામધન આશ્રમ સેવકસમુદાય મહેન્દ્રનગર મોરબી દ્વારા નિમંત્રણ પાઠવામાં આવ્યું છે.

- text