મોરબી : ડહોળા પાણી વિતરણથી રોગચાળા ભીતિ

- text


પીવામાં માં તો નહીં જ પણ વપરાશમાં પણ ઉપયોગમાં ન લઈ શકાય તેવું દૂષિત પાણી તંત્ર દ્વારા વિતરણ કરવામાં આવે છે

- text

મોરબીમાં વરસાદ પાડવાની સાથે ડહોળું પાણી આવી રહ્યાની સમસ્યા ઉદ્દભવી રહી છે. મોરબી શહેર અને આસપાસના ગામોમાં છેલ્લા ત્રણ દિવસથી ડહોળું પાણી આવી રહ્યું હોવાથી લોકો પર રોગચાળાનો ભય જળબી રહ્યો છે.
મોરબીમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા. વરસાદના પ્રથમ રાઉન્ડમાં શહેરની જીવાદોરી ગણાતા મહાકાય મચ્છુ-૨ ડેમ ભરાઈ ગયો છે. પરંતુ છેલ્લા ત્રણ દિવસથી મોરબી શહેર અને ભડિયાદ ગામમાં ધોળા પાણીનું વિતરણ થઈ રહ્યું છે. આ પાણી એટલી હદે ડહોળું છે કે, તેનો પીવામાં ઉપયોગ લઈ શકાય તેમ નથી. સાથોસાથ વપરાશમાં ઉપયોગ કરી શકાય તેમ નથી. ડહોળું પાણી આવવાથી લોકોમાં કચવાટની લાગણી પેદા થઈ છે. ઘણા લોકોને આ પાણીનો ઉપયોગ કરવા સિવાય વિકલ્પ નથી. આથી નાછુટકે ડહોળા પાણીનો ઉપયોગ કરી રહ્યાં છે. જેથી લોકોમાં રોગચાળાનો ભય ફેલાવવાની દેહશત વ્યકત થઈ છે. આ ડોહળા પાણી વિતરણ અંગે નજરબાગ પમ્પિંગ સ્ટેશનના પાણી પુરવઠાનાં અધિકારી સાગરીયાએ જણાવ્યુ હતું કે, વરસાદને કારણે આ સમસ્યા સર્જાઈ છે. ડેમમાં આવેલ નવા નીર એટલા બધા ડોહળા છે કે તેનું ફિલ્ટર કરવાથી પણ ડોહળ દૂર થતો નથી. તેથી ડહોળા પાણીની ત્રણ ચાર દિવસ સમસ્યા રહેશે.

- text