મોરબી : નવલખી સહિતના રોડ પર ટ્રાફિકના નિયમોનો ઉલાળિયો : જિલ્લા પોલીસવડાને આવેદન

- text


મોરબી – નવલખી, આમરણ – માળિયા રોડ પર ટ્રાફિક અને અકસ્માત નિવારવા તંત્રને યોગ્ય પગલાં લેવા રજૂઆત

મોરબી જિલ્લાનાં મોરબી – નવલખી રોડ તથા માળિયા મી. – આમરણ રોડ પર આવેલા પીપળીયા ચાર રસ્તા પાસેનાં ભયંકર ટ્રાફિક સમસ્યા અને ટ્રક ડ્રાઈવરની દાદાગીરી બાબતે મોરબી જિલ્લા પોલીસ અધિક્ષકને લેખિતમાં અરજી કરતાં કાંતિલાલ ડી. બાવરવા, કાસમભાઈ સુમરા, મુસ્તાકભાઈ સુમરા, ભાવેશભાઈ સુવારીયા દ્વારા જણાવવામાં આવ્યું છે કે, મોરબી જિલ્લામાં મોરબી-નવલખી રોડ તથા માળિયા -આમરણ કોસ્ટલ હાઈવે ક્રોસિંગ પીપળીયા ચાર રસ્તા આવેલા છે. જ્યાં ટ્રક ડ્રાઈવરો રસ્તાની આજુબાજુ નશામાં ચૂર થઈ બેફામ ઝડપે વાહન ચલાવી અકસ્માતો કરે છે. આથી નિર્દોષ માણસનાં જીવ જાય છે. આ ટ્રકોમાં મોટાભાગે મીઠું અને કોલસા ભરેલા હોય છે. તેઓ તાલપત્રી પણ ઢાંકતા નથી. તેમજ ટ્રકના નંબર પ્લેટ અને જરૂરી લાઈટ્સ પણ હોતી નથી. ઉપરાંત ટ્રકચાલકો શીખાવ અને લાઈસન્સ વગરના હોય છે. હાલમાં જ બે દિવસમાં બે અકસ્માતોમાં બે માણસોનાં જીવ ગયા છે. જે અકસ્માત કરનારા આરોપી હજુ પકડાયા નથી.
આ સિવાય પીપળીયા ચાર રસ્તાની ચારે બાજુનાં રોડ પર ટ્રકો આડેધડ પાર્ક કરેલા હોય છે. જેનાં કારણે વારંવાર ટ્રાફિકની સમસ્યા સર્જાય છે. વળી ટ્રકચાલકોની મનમાનીથી સામાન્ય માણસો પરેશાન થાય છે. આ બાબતે યોગ્ય વ્યવસ્થા ગોઠવી જરૂરી છે.
જો આ બાબતે યોગ્ય પગલા નહીં લેવામાં આવે તો આ વિસ્તારનાં લોકોને સાથે રાખી ગાંધી ચિંધ્યા માર્ગે આદોલન કરવાની ફરજ પડશે. જે પરિસ્થિતિની જવાબદારી તંત્રની રહેશે તેવું કાંતિલાલ ડી. બાવરવા, કાસમભાઈ સુમરા, મુસ્તાકભાઈ સુમરા, ભાવેશભાઈ સુવારીયાએ જણાવ્યું છે.

- text

 

- text