મોરબી : ભાજપ દ્વારા ૧૬થી ૨૫ જુલાઈ દરમિયાન જળયાત્રા

- text


ભારતીય જનતા પાર્ટી દ્વારા ગામડે-ગામડે જળયાત્રા થકી જનસંપર્ક કરવામાં આવશે

મોરબી : વિધાનસભા ચૂંટણી નજીક આવતા જ ભારતીય જનતા પાર્ટી દ્વારા જનસંપર્કને વધુ મજબૂત કરવામાં આવી રહ્યો છે. બુથ વિસ્તારક યોજનામાં ડોર ટુ ડોર ફર્યા બાદ હવે ભાજપ દ્વારા આગામી તારીખ ૬થી ૧૫ જુલાઈ દરમિયાન જળયાત્રા યોજવા નક્કી કર્યું છે. જે અંતર્ગત મોરબી જિલ્લામાં ભાજપના કાર્યકરો ગામડે-ગામડે ઘૂમી વળશે.
મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારાએ જણાવ્યું હતું કે, આગામી તારીખ ૬ જુલાઈથી ૧૫ જુલાઈ સુધી ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજ્યભરમાં જળયાત્રા યોજવા નક્કી કર્યું છે. જે અંતર્ગત મોરબી જિલ્લામાં ત્રણ રૂટ બનાવી પાંચ તાલુકા દીઠ ઇન્ચાર્જ ની આગેવાની હેઠળ જળયાત્રા યોજવામાં આવશે. વધુમાં ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ ગોરધનભાઈ ઝડફિયાની ઉપસ્થિતિમાં ગઈકાલે મોરબી જિલ્લામાં યોજવામાં આવનાર જળયાત્રા અંગે ગઈકાલે ખાસ બેઠક પણ યોજવામાં આવી હતી અને સંગઠનના હોદેદારોને જવાબદારી પણ સોંપવામાં આવી હતી. મોરબી જિલ્લાના પાંચ તાલુકામાં જળયાત્રા માટે ઇન્ચાર્જની નિમણુંક પણ કરી દેવામાં આવી છે જેમાં મોરબી માટે રાવીભાઈ સનવડા, ટંકારા માટે પ્રભુભાઈ પનારા, વાંકાનેરમાં યુસુફભાઈ સેરસિયા, હળવદ તાલુકામાં વલ્લભભાઈ પટેલ અને માળીયા તાલુકા માટે જેઠાભાઇ મિયાત્રાને જળયાત્રાના ઇન્ચાર્જ તરીકે જવાબદારી સોંપવામાં આવી હોવાનું ઇન્ચાર્જ મીડિયા સેલ વિજયભાઈ લોખિલે અંતમાં જણાવ્યું હતું.⁠⁠

- text

- text