નર્મદા વિભાગની આડોળાઈના કારણે ચકમપરના તળાવો ખાલી રહેતા ગ્રામજનોની આદોલનની ચીમકી

- text


જિલ્લા કલેક્ટરને આવેદન આપી ચકમપર પંચાયતે રજૂઆત કરી

મોરબી તાલુકાનાં ચક્મપર ગામના ગ્રામજનો અને ગ્રામ પંચાયત દ્વારા મોરબી જિલ્લા કલેક્ટરને નર્મદા વિઓભાગની આડોળાઈના કારણે ગામમાં સર્જાયેલી પાણીની સમસ્યા અંગે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. જેમાં ગ્રામજનો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે ચકમપર ગામમાં નવા અને જૂના બે તળાવ આવેલા છે. જે વરસાદના પાણીથી ભરાઈ જતાં હતા પરંતુ ગામની બાજુમાંથી નર્મદા કેનાલ નીકળતી હોવાથી તળાવમાં અત્યારે પાણી આવવાનું બંધ થઈ ગયું છે. જેથી તળાવ ખાલી રહે છે જેની અનેક વાર રજૂઆત કરવામાં આવી છે તેમજ નોટિસ પણ મોકલવામાં આવી હોવા છતાં નર્મદા તંત્ર દ્વારા કોઈ યોગ્ય ન્યાય મળેલ નથી તેમજ કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી. આથી ચક્મપર ગામના નવા તળાવ પર મુકેલ SKF પર જે ચણતર દ્વારા આડશ કરેલ છે તે તાત્કાલિક દૂર કરીને ૩ ગેટ ખોલવામાં આવે તેમક્જ ચકમપર ગામના જૂના તળાવની બાજુમાંથી નીકળેલ ધાંગધ્રા શાળા નહેરની સાંકળ ૧૦૭.૯૯૮ પર SKF મૂકવા વિનંતી. જો યોગ્ય ન્યાય નહીં મળે તો ગામમાં પાણી પ્રશ્ને આક્રોશ ઉઠવા આગામી સમયમાં ગામલોકો દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે તો તેની જ્વાબદારી તંત્રની રહેશે.

- text