મોરબી : સતત પંદર દિવસ ચાલ્યો નિદાન અને સારવાર કેમ્પ

- text


ઇન્ડિયન લાયન્સ ક્લબ મોરબી તથા દિપ હોમીયો ક્લીનીક દ્વારા તા.૧૦થી ૨૫ જૂન સુધી નિશુલ્ક સર્વરોગ નીદાન તથા સારવાર કેમ્પ યોજવામાં આવ્યો હતો

મોરબી : ઇન્ડિયન લાયન્સ ક્લબ મોરબી તથા દિપ હોમીયો ક્લીનીકના સંયુક્ત ઉપક્રમે તા.૧૦થી ૨૫ જૂન સુધી તદન નિશુલ્ક સર્વરોગ નીદાન તથા સારવાર કેમ્પ યોજવામાં આવ્યો હતો. દિપ હોમીયો ક્લીનીકના ડો.નિલેષ ગામી દ્વારા ઉપરોક્ત કેમ્પમાં ૩૫૨ દર્દીઓને તપાસી જરૂરી દવા આપવામાં આવી. છેલ્લા બે દિવસ એટ્લે કે તા.૨૪-૨૫ના રોજ મોરબીના પત્રકાર પરિવારજનો અને ઇન્ડિયન લાયન્સના સભ્યપરિવાર માટે તદ્દન ફ્રી ઓફમાં નિદાન તથા સારવાર અપાયેલ છે. જેમાં મોરબીના ઘણા બધા પત્રકાર મિત્રોએ તથા ઇન્ડિયન લાયન્સના સભ્યોએ તેમના પરિવાર સાથે લાભ લીધો.
મોરબી ખાતે સતત સેવાકીય પ્રવૃતિમાં અગ્રેસર એવી ઇન્ડિયન લાયન્સ ક્લબ દ્વારા સતત બે માસમાં બે નિદાન તથા સારવાર કેમ્પ યોજી મોરબી જાહેર જનતાની સુખાકારી માટે સનિષ્ઠ પ્રયત્ન કરેલ છે. અને સાથો સાથ સામાજીક કાર્યો પણ ચાલુ રાખેલ છે. જેમાં પક્ષીના ચણ/પાણી માટેના કુંડાનું વિતરણ, તુલસીના રોપાનું વિતરણ, ફ્રી વિદ્યાર્થી માર્ગદર્શન સેમિનાર, વકતૃત્વ સ્પર્ધાની સાથે વૃધ્ધાશ્રમ, અનાથાશ્રમ જેવી સંસ્થાઓમાં જઈ સેવાકીય પ્રવૃતિ કરવી અને સાથે સાથે સફાઈ અભિયાન, યોગ નિદર્શન, શહીદો પ્રત્યેની સહાનુભૂતિ, વૃક્ષારોપણ જેવી વિવિધ લક્ષી પ્રવૃતિઓ સાથે આગળ વધી રહી છે તે પ્રશસ્નનિય બાબત ગણાવી શકાય.
આ તમામ પ્રવૃતિઓ સફળતા પૂર્વક પૂર્ણ થાય તે માટે ક્લબના પ્રમુખશ્રી હર્ષદભાઈ ગામી, સેક્રેટરીશ્રી ભાવેશભાઈ દોશી, જયંતીભાઈ દંગી, ઘનશ્યામભાઇ આઘારા, ધીરુભાઈ રામાનુજ, અશોકભાઇ જોષી, દિલીપભાઇ રવેશીયા, રૂચિરભાઈ કારીઆ, ક્રુષ્ણસિંહ જાડેજા વગેરે પ્રયત્નશીલ છે.

- text