મોરબી : ક્રાઈમ અપડેટ (27-06-17)

- text


મોરબી : મારામારી

રવાપર રોડ સહયોગ સો.સા-૨ પાસે માણેકબેન બાબુભાઇ ગોવીંદભાઇ ફુલતરીયા ઉ.વ.૫૦ને (૧) પ્રાણજીવનભાઇ દેત્રોજા (૨) જયાબેન પ્રાણજીવનભાઇ (૩) રમેશભાઇ પ્રાણજીવનભાઇ દેત્રોજા તથા (૪) રેખાબેન રમેશભાઇએ ઘરની પાસે મકાનનુ બાંધકામ ચાલુ હોય જ્યા મજુરો પાઇપલાઇનનુ કામ કરતા હોય ત્યારે પોતાની પાઇપલાઇન ન તુટે તે માટે કહેતા ઉશ્કેરાઇ જઇ કમરના ભાગે લાકડી મારી પાડી દેતા મુંઢ ઇજા અને ગાળો બોલી ગુન્હો કર્યા બાબતે શ્રી ડી એલ બાળા પો.હેડ.કોન્સ. મોસી એ ડીવી. ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી : ડ્રીંક એન્ડ ડ્રાઈવ
ત્રાજપર ચોકડી સુરેશ પેટ્રોલપંપની પાસે રોડ ઉપર ભરતભાઇ શંકરભાઇ ગરધડીયા કોળી ઉવ. ૨૫એ ગેરકાયદેસર પાસ પરમીટ કે આધાર વિના પોતાના હવાલાનુ વાહન મો.સા રજી નં GJ-03-FM-5228 કિ. રૂ. ૨૫,૦૦૦/-વાળૂ કેફી પ્રવાહી પીધેલ હાલતમા સર્પાકારે ચલાવી નિકળતા મળી આવતા ગુન્હો કર્યા બાબતે ચેતનભાઇ. એસ. કડવાતર UHC મોરબી બી ડિવીઝન પો.સ્ટે.એ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text

મોરબી તાલુકા : ટ્રાફિક નિયમ ભંગ
લાલપર ગામ પાસે કમલેશભાઇ ચંદુશી મકવાણા ઉવ. ૩૪એ પોતાના હવાલાવાળુ વાહન ટાટા ટ્રક ટ્રેઇલર નંબર જી.જે.૧૨ એ.ટી.૮૩૭૬ વાળુ સરેઆમ જાહેર રોડ ઉપર ભંયકર અકસ્માત સર્જાય તેમ તથા આવતા જતા ટ્રાફીકને અડચણ રૂપ થાય તેમ ભયજનક રીતે ઉભુ રાખી મળી આવતા ગુન્હો કર્યા બાબતે શ્રી પી.એમ. સોલંકી એ.એસ.આઇ મોરબી તાલુકાએ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી તાલુકા : ટ્રાફિક નિયમ ભંગ
લાલપર ગામ પાસે જય પ્રકાશ દવીલાલજી ડામોર ઉવ. ૩૬એ પોતાના હવાલાવાળુ વાહન ટાટા ટ્રક ટ્રેઇલર નંબર જી.જે.૦૯ ઝેડ.૮૯૩૩ વાળુ સરેઆમ જાહેર રોડ ઉપર ભંયકર અકસ્માત સર્જાય તેમ તથા આવતા જતા ટ્રાફીકને અડચણ રૂપ થાય તેમ ભયજનક રીતે ઉભુ રાખી મળી આવતા ગુન્હો કર્યા બાબતે શ્રી એમ.એ. દાફડા પો હેડ કોન્સ મોરબી તાલુકાએ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text