મોરબી : રોમિયોગીરી કરતા યુવાનોને પોલીસે સબક શીખડાવ્યો

- text


કન્યા છાત્રાલય રોડ પર અડિંગો જમાવીને બેસતા આવરા તત્વો સામે પીઆઇ ઓડેદરાની લાલ આંખ

મોરબી : મોરબીના કન્યા છાત્રાલય રોડ પર અને નવા બસ સ્ટેન્ડ પાસે વર્ષોથી રોમિયોગીરી કરતા આવર તત્વો અને છેલબટાવ યુવકોનો ત્રાસની વારંવાર ફરિયાદો ઉઠે છે ત્યારે આજે મોરબી સીટી એ ડિવિઝન પીઆઇ ઓડેદરા સહિતના પોલીસ સ્ટાફે વોચ ગોઠવી આવા રોમીયોની શાન ઠેકાણે લાવી 15 જેટલા યુવકોને સબક શીખડાવ્યો હતો.
કન્યા છાત્રાલય રોડ પર અને નવા બસ સ્ટેન્ડ પાસે શાળા અને કોલેજ છૂટવાના સમયે અમુક આવારા તતવો અને લંપટ યુવાનો થતા બાપના પૈસે સીન સપાટા નાખતા રોમિયોનો જમાવડો થઇ જઈ જાય છે. અને તેઓ દ્વારા રસ્તે પસાર થતી યુવતીઓની છેડતી કરતી હોવાની વ્યાપક ફરિયાદ પોલીસને મળતા આજે મોરબી એ ડિવિઝન પીઆઇ ઓડેદરા અને તેના સ્ટાફે કન્યા છાત્રાલય રોડ પર વોચ ગોઠવી હતી. જેમાં રસ્તા પાર અડિંગો જમાવી અને બાઈક લઈને ધૂમ સ્ટાઇલમાં નીકળતા છેલબટાવ યુવાનો સામે કાર્યવાહી કરી હતી. પોલીસે 15 જેટલા રોમિયોગીરી કરતા યુવાનોને જાહેરમા ઉઠક બેઠક કરાવી તેમના સીન વીખી નાખ્યા હતા. આ અંગે પીઆઇ ઓડેદરાએ મોરબી અપડેટને જણાવ્યું હતું કે મોરબીમાં રોમિયોગીરી કરતા યુવાનો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. અને આ કાર્યવાહી અવિરતપણે ચાલુ રખાશે. જરૂર પડ્યે આ માટે અલગથી એક એન્ટી રોમિયો સ્કોડ બનાવવામાં આવશે. અને લોકોને પણ આવા રોમિયોગીરીનો કયાંય ત્રાસ હોય તો પોલીસને જાણ કરવા અપીલ કરી છે.

પ્રતીકાત્મક ફાઈલ તસ્વીર

- text