મોરબીમાં કડાકા ભડાકા સાથે વરસાદનું ધમાકેદાર ઝાપટું

- text


મોરબી : મોરબીમાં આજે મંગળવારે બપોર બાદ વાતાવરણમાં મેઘાડંબર છવાયા બાદ સાંજે મેઘરાજાની વીજળીના કડાકા ભડાકા સાથે જોરદાર એન્ટ્રી શરૂ થતાં મોરબીવાસીઓમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી. જોકે મેઘરાજાએ થોડીવાર સટા સટી બોલાવ્યા બાદ વિરામ લેતા લોકોએ મેઘાને મન મુકીને વરસવા પ્રાથના કરી હતી.

મોરબી પંથકમાં માગ્યા મેહ ન વરસતા ધરતીપુત્રો મેઘાને મન મુકીને વરસવા પ્રાથના કરી રહ્યા હતા. ત્યારે મંગળવારે બપોર બાદ મોરબીના અમુક ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ શરૂ થયો હતો. જ્યારે મોરબી શહેરમાં બપોર બાદ મેઘાડંબર વચ્ચે સાંજે મેઘાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. મેઘરાજાના આગમનથી લોકોએ આનંદની લાગણી સાથે મેઘો મન મુકીને વર્ષે તેવી વિનંતી કરતા જોવા મળ્યા હતા. જ્યારે વરસાદ અને વીજ પુરવઠાને બનતું ના હોય તેમ વરસાદ પડતાની સાથે જ શહેરના મોટાભાગના વિસ્તારોમાં વીજળી પુરવઠો ખોરવાઈ ગયો હતો. તેમજ મેઘરાજાએ થોડીવાર સટા સટી બોલાવ્યા બાદ ધીમો પડી જતા વરસાદ પ્રેમીઓ નારાજ થયા હતા. અને મેઘાને મન મુકીને વરસવા વિનવણી કરી હતી. જ્યારે ભારે વરસાદી ઝાપટાના પગલે શહેરમાં ઠેર ઠેર પાણી ભરાયા હતા.

- text

 

- text