મોરબી : જી.એસ.ટીના વિરોધમાં ફર્નિચરના ૨૫ વેપારીઓએ આજે હડતાળ પાડી

- text


મોરબી : જી.એસ.ટીના વિરોધમાં ફર્નિચરના વેપારીઓએ દેશવ્યાપી હડતાળનું એલાન આપ્યું હતું. જેમાં મોરબીના ફર્નિચર એસોસિએશનના નેજા હેઠળ ફર્નિચરના ૨૫ વેપારીઓ આ હડતાળમાં જોડાયા હતાં. વેપારીઓ બંધ પાળીને વિરોધ વ્યક્ત કર્યો હતો. આજ સવારથી જ મોરબીની મોટાભાગની ફર્નિચરની દુકાનો બંધ રહી હતી. ફર્નિચર પર વધુ ટેક્ષ લગાડવાનો સમગ્ર દેશના ફર્નિચરના વેપારીઓ વિરોધ કરી રહ્યા છે. જેના અંતર્ગત આજે ફર્નિચરના વેરીઓએ હડતાલ પાડી હતી

- text

કાપડના વેપારીઓની કાલથી ત્રણ દિવસની હડતાળમાં મોરબીના વેપારીઓ નહિ જોડાય

જી.એસ.ટીના વિરોધમાં કાપડના વેપારીઓએ પણ આવતીકાલથી ત્રણ દિવસની હડતાળની જાહેરાત કરી છે. જેમાં મોરબી કાપડ એસોસિએશન આ હડતાળમાં નહીં જોડાવવાનો નિર્ણય લીધો છે. મોરબીના કાપડ અને રેડિમેન્ટ કપડાના વેપારીઓ હડતાળમાં જોડાશે નહીં તેવું જાણવા મળ્યું છે.

- text