મોરબી : જે. એ. પટેલ મહિલા કોલેજ ખાતે રોજગારી મેળો યોજાયો

- text


મોરબી જિલ્લા કચેરી રોજગાર દ્વારા જે. એ. પટેલ મહિલા કોલેજ ખાતે મહિલાઓને રોજગારી મળે તે માટેનાં ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે ૧૪ જેટલી કંપનીઓ તથા અધિકારી કલેકટર પી.જી.પટેલ, બેચરભાઈ હોથી, વલમજીભાઇ અમૃતિયા, પાલિકા પ્રમુખ ગીતાબેન કંઝારીયા, રોજગાર અધિકારી જોબનપુત્રા સહિતનાં મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં. આ ભરતી મેળાનો ૨૦૦થી વધુ મહિલાએ લાભ લીધો હતો. આ તકે અધિક કલેક્ટર પી.જી.પટેલે મોરબી અપડેટને જણાવ્યુ હતું કે, કોઈપણ કામ નાનું-મોટું હોતું નથી. દરેક કામ માલિકને વફાદાર રહીને કરવામાં આવે તો સફળતાની દિશા ચોક્કસ મળે છે. તક નાની હોતી નથી તકને ઝડપતા શીખો તો જરૂરથી આગળ વધી શકો. આમ, આ મહિલા રોજગારી મેળો સફળ રહ્યો હતો.

- text