મોરબી : મચ્છોયા આહિર સમાજના તેજસ્વી છાત્રોનો સન્માન સમારોહ યોજાયો

- text


મોરબીની વિદ્યુતનગર સોસાયટીમાં રામબાઈમાં આહિર યુવક મંડળ દ્વારા મચ્છોયા આહિર સમાજના તેજસ્વી છાત્રોનો સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં ધો.૧થી ૧૨ના વિદ્યાર્થીઓને શિલ્ડ અને પ્રમાણપત્રો આપીને સન્માનિત કરવામાં આવ્યાં હતાં. આ તકે સમાજના વિદ્યાર્થીઓએ વકતવ્ય, તલવારબાજી અને ડાન્સ દ્વારા પોતાની સુશુપ્ત શક્તિઓને ખીલવી સૌ સમક્ષ કલા પ્રદર્શન કર્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા ઉગાભાઈ રાઠોડ, રાજુભાઇ ડાંગર, રામભાઇ મિયાત્રા વગેરેએ જહેમત ઉઠાવી હતી.

- text

- text