ટંકારા ના લજાઈ સહીત સાત ગામો ને મચ્છુ-૧ માંથી સીધુ પાઈપલાઈન દ્રારા પાણી આપવા મહામંત્રી એ કરી માંગ

- text


મચ્છુ-૧ ના નિચલા સેક્શન લજાઈ,હડમતીયા,વિરપર,રાજપર તથા અન્ય ગામ ના ખેડુતો ને સિંચાઈ માટે કેેનાલ માં હાલ પુરતુ પાણી પહોંચતુ ન હોય જરૂરી ડાયામીટર ના પાઈપ નાખીએ તો નિચલા લજાઈ તથા અન્ય ગામના ખેડૂતો ને સિંચાઈ માટે પુરતુ પાણી આસાની થી પહોંચી શકે તેવી જળસંપતી તથા સિંચાઈ મંત્રી શ્રી નાનુભાઈ વાનાણી ને ટંકારા તાલુકા ના મહામંત્રી જતીન રામજીભાઈ વામજા એ રૂબરૂ ગુજરાત વિધાનસભાએ જઈ રજુઆત કરી હતી હાલ આ પાઈપ લાઈન ની લંબાઈ ૬ કીલોમીટર જેટલી હોય અને તેમનો પ્રોજેક્ટ ખર્ચ ૨૦ કરોડ જેટલો થતો હોય તેવો સંપુર્ણ માહીતી અહેવાલ નકશા સહ રજુ કર્યો હતો તથા આ યોજના હેઠળ કુલ ૪૯૧૩ હેક્ટર જેટલી જમીન ના ખેડુતો ને સીધો ફાયદો પહોંચે તેમ છે આ યોજના માં નિચલા સેક્શન ના ખેડુતો ને પાણી પહોંચે તે પહેલા જ ઉપર ના સેક્શન માં પાણી ચોરી થઈ જતુ હોવાથી જો પાઈપલાઈન નાખવામાં આવે તો નિચલા સેક્શન-૨ માં લજાઈ,હડમતીયા,રાજપર,વિરપર,તથા અન્ય પાંચ ગામના ખેડુતો ને સીધો જ ફાયદો પહોંચે તેમ છે, આ બાબતે  મંત્રી નાનુભાઈ વાનાણી યોગ્ય કરવાની ખાતરી આપી છે.

- text