મોરબી : યોગ દિવસની ઉજવણી : કાર્યક્રમની વિગત જાહેર

- text


૨૧ જુન યોગ દિવસની ઉજવણીનું આયોજન શરુ, મોરબી જિલ્લાવાસીઓ યોગ કરશે. ભુપેદ્રસિંહ ચુડાસમાએ વિડીયો કોન્ફરન્સ કરી આપી માહિતી : કલેક્ટર કાર્યક્રમને સફળ બનાવવા કટિબદ્ધ
સંયુકત રાષ્ટ્રસંઘ દ્વારા તા.૨૧ જુનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવાનું જાહેર કર્યુ છે. તા.૨૧ને બુધવારના રોજ મોરબી જિલ્લામાં પણ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવનાર છે ત્યારે માન. શિક્ષણ મંત્રી શ્રી ભુપેદ્રસિંહ ચુડાસમાનાં અધ્યક્ષ સ્થાને આ અંગે એક વિડીયો કોન્ફરન્સ યોજવામાં આવી હતી. જેમાં જિલ્લા અને તાલુકા કક્ષાએ યોગ દિવસની ભવ્ય ઉજવણી થાય તે હેતુસર ચર્ચા કરવામાં આવી હતી. આ વિડીયો કોન્ફરન્સનાં અનુસંધાને ગત રોજ મોરબી જિલ્લાનાં કલેક્ટર શ્રીના અધ્યક્ષ સ્થાને એક બેઠક યોજવામાં આવેલી હતી જેમાં વિવિધ સમિતીની રચના કરી તમામ અધિકારીઓને આયોજન અંગે જરૂરી સુચના આપવામાં આવેલી છે.
આ વર્ષે વિશ્વ યોગ દિવસે મોરબી જિલ્લામાં જિલ્લા કક્ષાનાં પાંચ સ્થળો પર યોગા કરાવવામાં આવશે. તદુપરાંત વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં સિરામિક એસો. સ્વામી વિવેકાનંદ યુવક તથા મહિલા મંડળ જેવી અનેક સ્વૈચ્છિક સંસ્થાઓ પણ જોડાશે. સાથોસાથ પોલીસ વિભાગના પોલીસ કેડેટ દ્વારા પણ યોગ નિદર્શન કરવામાં આવશે. જેમાં જિલ્લા કક્ષા ઉજવણીનું મુખ્ય સ્થળ પોલીસ પરેડ ગ્રાઉન્ડ રહેશે.

- text

વિશ્વ યોગ દિવસનાં તાલુકા કક્ષાના સંભવિત કેન્દ્રો આ મુજબ છે :
માળિયા તાલુકો : સી.એચ.સી. કેન્દ્ર માધ્યમિક શાળા – વવાણીયા
વાંકાનેર તાલુકો : માર્કેટ ચોક – વાંકાનેર, લુણસર હાઈસ્કૂલ – લુણસ
હળવદ તાલુકો : દેવીપૂર પ્રા.શાળા તા, હળવદ, રણજીત ગઢ પ્રા.શાળા તા. હળવદ
ટંકારા તાલુકો : ઓરપેટ કન્યા વિદ્યાલય – ટંકારા, નસિતપર પ્રા.શાળા – નસિતપર
મોરબી તાલુકો : ખરેડા માધ્યમિક શાળા – ખરેડા

નગરપાલિકા કક્ષાનાં સંભવિત કેન્દ્રો આ મુજબ છે :
વાંકાનેર નગરપાલિકા : શ્રી અમરસિંહજી હાઈસ્કૂલ વાંકાનેર
હળવદ નગરપાલિકા : સરસ્વતી શિશુ મંદિર, ઉમા સંકુલ અને તક્ષશિલા વિદ્યાલય હળવદ

જિલ્લા કક્ષાનાં સંભવિત કેન્દ્રો આ મુજબ છે :
પોલીસ પરેડ ગ્રાઉન્ડ
એલ.ઈ. ગ્રાઉન્ડ
ઓમ પાર્ટી પ્લોટ
સ.વ.પ. કન્યા વિદ્યાલય
કોમ્યુનીટી હોલ (નગરપાલિકા)

જિલ્લા કક્ષાનાં સંભવિત યોગ તાલીમ કેન્દ્રો આ મુજબ છે :
ધી.વી.સી. હાઈસ્કૂલ – મોરબી
સ.વ.પ. કન્યા વિદ્યાલય – મોરબી
શ્રી એમ.યુ શેઠ હાઈસ્કૂલ – મોરબી
નવયુગ વિદ્યાલય – મોરબી

આમ, ૨૧મી જુન વિશ્વ યોગ દિવસ અંતર્ગત મોરબી જિલ્લામાં આયોજન અને સંભવિત કાર્યક્રમ જાહેર થઈ આ દિવસને સફળતાપૂર્વક ઉજવવા માટેની તૈયારીઓ શરુ કરવામાં આવી રહી છે.

- text