મોરબી : આરોગ્ય સમિતીની બેઠક યોજાઈ

- text


મોરબી જિલ્લા પંચાયત સભાખંડ ખાતે ગત રોજનાં આરોગ્ય સમિતીની બેઠક યોજવામાં આવી હતી. જે બેઠકમાં વાંકાનેરનાં ધારાસભ્ય મહંમદજાવેદ પીરજાઝા સાહેબ, કારોબારી સમિતીનાં ચેરમેન કિશોરભાઈ ચીખલીયા, શિક્ષણ સમિતીનાં ચેરમેન તેમજ જિલ્લા સદસ્યશ્રીઓ ઉપરાંત જિલ્લા પંચાયત આરોગ્ય શાખાનાં મુખ્ય અધિકારી શ્રી જે.એમ કતીરા અને અન્ય વિભાગનાં અધિકારીઓ તથા કર્મચારીઓ હાજર રહ્યા હતા.
આ આરોગ્ય સમિતીની બેઠકમાં સઘન ઝાડા નિયંત્રણ પખવાડિયું તા. ૧૨થી ૨૪ જુન તથા વર્ષ ૨૦૨૨ સુધીમાં ગુજરાત મલેરિયા મુક્ત અંગેના લક્ષ્યાંકને પાર પાડવા એક્શન પ્લાન અંગેની ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત મોરબી જિલ્લામાં વર્ષા ઋતુ દરમિયાન કુદરતી આફતની જાણકારી અને ત્વરિત પગલા અંગે ૧૫ જુનથી શરુ તથા કંટ્રોલરૂમ અંગે ચર્ચા કરવા આવેલી હતી. તેમજ મોરબી જિલ્લાના શાળાપ્રવેશોત્સવ કાર્યક્રમમાં મલેરિયા મુક્ત ગુજરાત ૨૦૨૨ અંગે જનજાગૃતિ લાવવા પ્રચાર આયોજન તથા જિલ્લા આરોગ્ય વિભાગમાં ખાલી પડેલી જગ્યા ભરવા બાબતે રજૂઆત થઈ અંતમાં જિલ્લામાં ચાલતા આરોગ્ય સેતુ કાર્યક્રમની સમિક્ષા બાદ કોઈ પ્રશ્નો કે સમસ્યા પ્રકાશમાં ન આવતા કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવેલો હતો.

- text