મોરબી : ૮ જુનથી શાળા પ્રવેશોત્સવ

- text


- text

રાજ્ય સરકાર દ્વારા આયોજીત કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ મહોત્સવ ગ્રામ્ય કક્ષાએ તા. ૮, ૯ અને ૧૦ જુન તથા શહેરી કક્ષાએ તા. ૨૨,૨૩ અને ૨૪ જુનનાં રોજ જિલ્લા શિક્ષણ સમિતીની કુલ ૫૯૩ પ્રાથમિક શાળામાં યોજાશે. જેમાં કુલ ૧૦૨૫૬ બાળકોનો ધોરણ ૧માં પ્રવેશ થશે. જે પૈકી ૬૮૬ બાળકોને વિદ્યાલક્ષ્મી બોન્ડ આપવામાં આવશે.
મોરબી જિલ્લા કલેક્ટર શ્રી આઈ.કે. પટેલ અને જિલ્લા વિકાસ અધિકારી એસ.એમ. ખટાણાની અધ્યક્ષતામાં તથા બી.એ. દવે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને જિલ્લા શિક્ષણાધિકારી મોરબીની ટીમ અથાગ મહેનતથી મોરબીનાં કુલ ગ્રામ્ય વિસ્તારનાં ૬૦ રૂટ તથા શહેરી વિસ્તારને ૧૦ રૂટમાં ગોઠવેલા છે. જેમાં જિલ્લાની તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાનો પ્રવેશોત્સવ ગ્રામ્ય વિસ્તારનો ૮ જુનથી શરુ થઈ રહ્યો છે જેમાં રાજ્ય કક્ષાએ કુલ ૧૫ અધિકારીઓ અને ૨ મંત્રીઓ શ્રી જયંતીભાઈ કવાડીયા અને જયદ્રથસિંહ પરમાર જોડાશે. વધુમાં જિલ્લા કક્ષાનાં અધિકારીઓ અને પદાધિકારીઓ કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવમાં સહભાગી બની વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારશે.

- text