મોરબી પંથકમાં અસહ્ય બફારાની વચ્ચે છુટા છવાયા વરસાદી ઝાપટા

- text


ધોધમાર વરસાદની ચાતક નજરે રાહ જોતા નગરજનો

- text

મોરબી : મોરબી પંથકમાં વાદળછાયા વાતાવરણની વચ્ચે અસહ્ય બફારાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. ત્યારે બુધવારે સાંજે મોરબી પંથક અને શહેરમાં છુટાછવાયા વરસાદના ઝાપટા પડ્યા હતા. જોકે આ વરસાદી ઝાપટાના કારણે બફારમાં વધારો થયો હતો. આ અસહ્ય બફારમાંથી રાહત માટે ધોધમાર વરસાદ જરૂરી છે. ત્યારે નગરજનો સારા વરસાદની ચાતક નજરે રાહ જોઈ રહ્યા છે.

- text