ચૂંટણી પુરી, વાયદા અધુરા! માળિયા(મી.)નાં બગસરા ગામમાં પીવાના પાણી માટે વલખાં

- text


માળિયા (મિ.) : માળીયા(મી.) તાલુકાના બગસરા ગામે પીવાના પાણીની સમસ્યા ઉદભવી છે. માળીયા(મી.) તાલુકાના છેવાડાના ગામ બગસરામાં પીવાનું પાણી પૂરતું ન આવતા 2 હજાર લોકો અને 700 જેટલા પશુઓને તરસ્યા રહેવાનો ઘાટ સર્જાયો છે.

પીવાના પાણીની સમસ્યા બાબતે પાણી પુરવઠા અધિકારી અને તંત્રને પંચાયત દ્વારા લેખિત રજૂઆતો તથા ફોન પર છેલ્લા 3 થી 4 વર્ષથી સતત રજૂઆતો કરવામાં આવી છે. પરંતુ બગસરા ગામની પીવાના પાણીની જેવી પ્રાથમિક સુવિધા બાબતે પણ સ્થાનિક વહિવટીતંત્ર દ્વારા ધ્યાન આપવામાં આવતુ નથી.


માળિયા (મિ.) : માળિયા તાલુકાના બગસરા ગામે પાણીની ઉંચી ટાંકી અને સંપ બનાવવા બાબતે પાણી પુરવઠા વિભાગના અધિકારીને ગ્રામ પંચાયત દ્વારા રજૂઆત કરવામાં આવી છે.

ગ્રામ પંચાયત દ્વારા પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના સંદર્ભે પાણી પુરવઠા વિભાગના અધિકારીને જણાવાયું છે કે, ગામમાં જુની ટાંકી અને સંપ જર્જરીત હાલતમાં છે જેના કારણે પાણી સંગ્રહ થઈ શકતું નથી. તેથી ગામમાં નવી ઉંચી ટાંકી અને સંપ બનાવવા માટે મંત્રી કુંવરજીભાઈ બાવળિયાને રજૂઆત કરેલ અને તે સંદર્ભે મળેલા પત્ર અન્વયે આ કામ તાત્કાલિક કરવામાં આવે તેવી ગ્રામજનોની રજૂઆત છે.

- text


- text