અણયારી ટોલનાકા પાસેથી આખો દારૂ ભરેલો ટ્રક ઝડપાયો

ટ્રકમાં દારૂ અને બિયરનો કુલ રૂ. 32,38,800નો જથ્થો મળી આવ્યો

માળીયા(મી) : ગુજરાતમાં દારૂબંઘીની વચ્ચે માળીયા મિયાણા- હળવદ રોડ પર અણિયારી ટોલનાકા નજીક આર આર સેલની ટીમે બાતમીના આધારે વિદેશી દારૂ ભરેલો આખો ટ્રક ઝડપી લીધો હતો. ટ્રકમાં દારૂ અને બિયરનો કુલ રૂ. 32,38,800નો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ટ્રક સાથે કુલ 3 લોકોની ધરપક કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
રાજકોટ રેન્જ આઇજીની સીધી દેખરેખમાં કામ કરતી પોલીસની આરઆરસેલની ટીમે અણિયારી ટોલનાકા પાસે પસાર થતા તાલપત્રી બાંધેલા ટ્રક નંબર જીજે 09 એવી 7786ને રોકીને તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂની બોટલ નંગ 5580 કિંમત રૂ. 17,22,000, નાના ચપલા નંગ 9360 કિંમત રૂ.9,36,00 તથા બીયરના ટીન નંગ 5808 કિંમત રૂ.5,80,00 મળી કુલ રૂ. 32,38,800ની કિંમતનો જંગી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે આ ઉપરાંત 2500ની કિંમતના 2 મોબાઈલ તથા ટ્રક મળીને કુલ 44,41,300નો મુદામાલ કબ્જે કર્યો હતો. જયારે ટ્રક સાથે રહેલા રાજસ્થાનના રસીદખાન શરીદખાન મેવ અને જિતેન્દ્રકુમાર મહાવીર યાદવ તેમજ હરિયાણાથી દારૂભરીને ટ્રક મોકલનાર સુરેશ ઉર્ફે મનોજ સામે માળીયા મિયાણા પોલીસ મથકમાં ગુન્હો નોંધાવી આગળની તપાસ સારું કરાઈ છે.