મોરબીની સગીરાને કેટરસના બહાને ચોટીલા લઇ જઈ દુષ્કર્મ આચર્યું

મોરબી : મોરબીની સગીરાને સગીરવયની છે એ જાણવા છતાં કેટરર્સના કામ અર્થે ચોટીલા લઇ જઈ બે શખ્સોએ દુષ્કર્મ આચર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જેમાં મોરબીના એક પરિવારની સગીરવય ની દીકરીને મોરબીમા જ રહેતા ભારતીબેન રામજીભાઈ સતવારા, જીવરાજભાઈ ધનજીભાઈ પરમાર અને કાંતિભાઈ અવચરભાઈ ડાભી આ ત્રણ શખ્સોએ ફરિયાદીની દીકરી સગીરવયની છે એ જાણવા છતાં કામની લાલચ આપી તા 24-5 ના રોજ કેટરસના કામ અર્થે ચોટીલા લઇ જઈ આરોપી જીવરાજભાઈ અને કાંતીભાઈએ ચોટીલાની એક હોટેલમાં લઇ જઈ તેણી પર વારંવાર દુસ્કર્મ આચર્યું હતું બાદમાં આ વાત કોઈને કેહેશે તો તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી આરોપી ભારતીબેન અને જીવરાજભાઈએ સગીરાને ઢીંકાપાટુનો માર માર્યો હતો બાદમાં સગીરાએ ઘરે જઈ સમગ્ર ઘટના કહેતા તેના પિતાએ તા 25-5 ના રોજ રાત્રે 12-45 એ મોરબી એ ડીવીસન માં ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.