મોરબી : ૧૬૨૧ મલેરિયાનાં શંકાસ્પદ કેસ નોંધાયા

૨૬૩૭ મચ્છર ઉત્પત્તિનાં સ્થાનનો નાશ કરતું જિલ્લા આરોગ્ય તંત્ર

મોરબી : સ્વચ્છ ભારત અભિયાન પૂરજોશમાં ચાલી રહ્યું છે અને ઉનાળાનાં અંતે ચોમાસાનું આગમન નજીક છે ત્યારે ગંદકી અને પડતર પાણીમાં ખડબદતા મચ્છરોથી ફેલાતો રોગચાળો ડામવા જિલ્લા આરોગ્યતંત્ર જાગૃત અને સતેજ બન્યું છે. હાલમાં મોરબી જિલ્લાઆરોગ્યતંત્ર દ્વારા રોગોનાં સઘન સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. જે લક્ષ્યાંક મુજબ અડધીભાગની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. રોગોના સર્વે દરમિયાનમલેરિયાના ૧,૬૨૧ શંકાસ્પદ કેસનોંધાયા છે ત્યારે ચિકન ગુનીયા, ડેન્ગ્યુના એક પણ કેસો નોંધાયા નથી.
મોરબી જિલ્લા આરોગ્યતંત્ર દ્વારા મેલરિયા, ડેન્ગ્યુ, ચિકન ગુનીયાના રોગોની સર્વે કામગીરી તા. ૨૨મેથી ૨૫મે હાથ ધરવામાં આવી હતી જેમાં જિલ્લા તંત્ર દ્વારા સઘન સર્વેની કામગીરી દરમિયાન મોરબી જિલ્લાની કુલ વસ્તી ૧૦,૫૨,૬૬૦માંથી ૫,૧૬,૧૬૦ વસ્તી પર આ રોગોની અસર છે કે નહીં તેનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. જેમાં ૯૬,૦૫૨ ઘરોમાં સર્વે કરતા ૧,૬૨૧ મેલરિયાના શંકાસ્પદ કેસ મળી આવતાં દર્દીઓના લોહીના નમૂના તપાસ માટે લેવામાં આવ્યા છે. આ ઉપરાંત તાવના ૩૧૩ કેસો નોંધાયા હતા. મોરબી જિલ્લાને મેલેરિયા મુક્ત કરવાનું અભિયાન હાથ ધારવામાં આવ્યું છે તે અંગે મુખ્યજિલ્લા આરોગ્ય અધિકારી ડો.જે.એમ.કતિરા અને મેલરિયા અધિકારી ડો.સી.એલ.વારેવડીયાના માર્ગદર્શન હેઠળ આરોગ્ય ટીમે મેલરિયાના સ્થાનો નાશ કરવાની કામગીરી કરવામાં આવી કુલ ૨,૬૨૩ જેટલા મચ્છરો ઉત્પાદક સ્થાનોનો નાશ કરી જંતુનાશક દવાનો છટકાવ કરવામાં આવ્યો છે. આમ મોરબીને મેલરિયા મુક્ત કરતાં સર્વેની કામગીરી તા. ૩૧ મે સુધી કાર્યરત રહેશે.