મોરબીના વાયબ્રન્ટ કલેકટર શ્રી આઈ.કે.પટેલનો એક વર્ષનો સફળ કાર્યકાળ પૂર્ણ

- text


- text

મોરબી જીલ્લા વહીવટીતંત્રને ચેતનવતું કરી ફાસ્ટટ્રેક પર લઇ જઈ કલેકટરશ્રી ની નોંધનીય કામગીરી

મોરબી : કલેકટર આઈ.કે.પટેલે મોરબી કલેકટર તરીકે એકવર્ષનો કાર્યકાળ આજે પૂર્ણ કર્યો છે.. આ એક વર્ષની કામગીરીમાં તેમને મોરબી જીલ્લા વહીવટીતંત્રને ચેતનવતું કરી ફાસ્ટટ્રેક પર લઇ જઈ અનેક સિદ્ધિઓ હાસલ કરી છે. મોરબીને વિકાસના પંથ તરફ ગતિ કરાવતા આઈ.કે.પટેલે ખુબ લોક ચાહના મેળવી છે. સામાન્ય લોકોની સમસ્યા સાંભળીને તાત્કાલિક સ્થળ પર જ યોગ્ય નિર્ણય લઇ સમસ્યાનું નિવારણ તેમની આગવી ઓળખ છે.
મોરબીના કલેકટર આઈ.કે.પટેલ મૂળ વીજાપુર તાલુકાના રણસીપુર ગામના રહેવાસી છે. તેઓએ અમદાવાદના ડેપ્યુટી કમિશનરના પદે રહી ખુબ લોકચાહના મેળવી હતી. એક વર્ષ પેહલા મોરબીમાં કલેક્ટર તરીકે આવ્યા બાદ તેમને આ એક વર્ષના ટુંકા ગાળામાં મોરબી જીલ્લા વહીવટીતંત્રને ચેતનવતું કરી ફાસ્ટટ્રેક પર લઇ જઈ અનેક સિદ્ધિઓ હાસલ કરી છે. જેમાં રાજયકક્ષાનો ૧૫ ઓગસ્ટનો કાર્યક્રમ ઉપરાંત ઓનલાઈન લેન્ડ રેકરમાં ૯૫% થી વધારે કામગીરી સહિતની કામગીરી નોંધનીય છે. તેમની પાસે સામાન્ય અરજદાર પણ આવ્યો હોય તો તેની સમસ્યાનો સ્થળ પરજ નિવારણ કરે છે. ત્વરિત નિર્ણય લેવામાં પોતે માને છે, મોરબી જીલ્લા વહીવટી તંત્રને ચેતનવંતુ કરી ફાસ્ટટ્રેક પર લઇ જનાર ગતિશીલ ગુજરાતના વાયબ્રન્ટ કલેકટ આઈ.કે. પટેલે મોરબીમાં અનેક સારી કામગીરી કરી છે. મોરબી કલેક્ટર આઈ.કે.પટેલને મોરબી કલેકટર તરીકે એકવર્ષનો કાર્યકાળ પૂર્ણ કરી બીજા વર્ષના કાર્યકાળના મંગલ સમયે તેમના દ્વારા મોરબી જિલ્લો વધુ પ્રગતિના સોપાનો સર કરે તેવી શુભકામનાઓ…

- text