મોરબી : ધી વી.સી. ટેક. હાઈસ્કૂલ મોરબી ખાતે ૨૧ મેનાં રોજ ‘ધોરણ ૧૦ પછી શું ?’ વિશે સેમિનાર


મોરબી : ધી વી.સી. ટેક. હાઈસ્કૂલ મોરબી દ્વારા ‘ધોરણ ૧૦ પછી શું?’ અંગે વિદ્યાર્થીઓને સચોટ માર્ગદર્શન મળી રહે તે હેતુસર એક સેમિનારનું આયોજન તા. ૨૧મી મેંનાં રોજ સવારે ૯થી ૧૧ વાગ્યા દરમિયાન કરવામાં આવ્યું છે. વિદ્યાર્થી કારકિર્દીલક્ષી માર્ગદર્શક આ સેમિનાર ધી વી.સી. ટેક. હાઈસ્કૂલ મોરબી ખાતે યોજાશે. જે સેમિનારમાં ભાગ લેવાં માટે વ્હાલીઓ અને વિદ્યાર્થીઓએ ૯૭૧૪૦૨૯૨૬૦, ૯૯૯૮૦૧૨૯૩૦, ૯૯૨૫૪૫૦૦૦૬, ૯૯૭૯૩૧૩૧૩૩ નંબર પર રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે તેવું આચાર્ય શ્રી બી.એન. વીડજાની યાદીમાં જણાવી સૌને ઉપસ્થિત રહેવા નિમંત્રણ આપ્યું છે.