માળિયા (મી) : હરીપર પાસે ટ્રાવેલ્સ અને ડમ્પર વચ્ચે અકસ્માત : ૮ ને ઈજા


માળિયા (મી) : હરીપર ગામ પાસે આજ સવારે ટ્રાવેલ્સ અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં ૮ લોકોને ઈજાગ્રસ્ત થયા હતા. જેમાં ઈજાગ્રસ્ત દિલીપ શાંતિલાલ ઉમરાણી (ઉ.પ૧), હંસાબેન દિલીપભાઈ (ઉ.પ૦), ચિરાગ દિલીપભાઈ (ઉ.૧૮) તથા નિખીલ ભગવાનજી પિત્રોળા (ઉ.૩૩), રહે.ચારેય અાદિપુર તેમજ મોહનલાલ બાબુલાલ મારાજ (ઉ.૩૯), મનસુખ માવજીભાઈ ઢોલુ (ઉ.૪૭) અને વિશાલ શાંતિલાલ વાઘેલા (ઉ.૧૮) રહે.ત્રણેય નખત્રાણા તથા રમેશભાઈ પરબતભાઈ દાફડા (ઉ.૩પ) રહે.ભુજ અેમ અાઠ લોકોને ઈજાગ્રસ્ત હાલતમાં મોરબી સિવિલે સારવારમાં ખસેડાયા હતા. જે પૈકી મોહનલાલ, દિલીપભાઈ હંસાબેન, ચિરાગ અને નિખીલ અને વધુ સારવાર અથેૅ રાજકોટ ખસેડાયા છે. મોરબી પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.