મોરબીના વિશ્વ પ્રસિદ્ધ ઘડિયાળ ઉદ્યોગમાં મંદીનો માહોલ

- text


મોરબી ક્લોક એસોસિયેશનના પ્રમુખ શશાંક દંગીની મોરબી અપડેટ.કોમ સાથે ખાસ વાત…

મોરબીખાતે આઝાદી કાળથી વિકસેલા ઘડિયાળ ઉદ્યોગની સ્થિતિ હાલ સારી કહી શકાય તેમ નથી. જીએસટી બીલની રાહ જોઈ રહેલા ઘડિયાળ ઉદ્યોગને છેલ્લા ૨૫ વર્ષમાં સર્વ પ્રથમ વખત એવો ફટકો પડ્યો છે કે લગ્નસરાની સિઝનમાં ઘડિયાળ ઉદ્યોગને મંદીનો સામનો કરવો પડી રહ્યો છે.

- text

મોરબી પંથકમાં આવેલા ઘડિયાળના એકમોમાં પ્રતિદિન લાખ જેટલા નંગ ઘડિયાળનું ઉત્પાદન કરવામાં આવે છે જે ઘડિયાળ ગુજરાત ઉપરાંત દેશના અન્ય રાજ્યોમાં પણ વેચાણ કરાય છે. સામાન્ય રીતે ઘડિયાળ ઉદ્યોગ માટે ૧૫ એપ્રિલથી ૩૦ મેં સુધીનો સુધી લગ્નસરાની મોસમને પગલે ઉદ્યોગમાં સીઝન ગણવામાં આવે છે. છેલ્લા ૨૫ વર્ષથી મોર્બીનો ઘડિયાળ ઉદ્યોગ સીઝનને ધ્યાનમાં રાખીને ઉત્પાદન કરતા હોય છે પરંતુ ચાલુ વર્ષે ઘડિયાળ ઉદ્યોગ માટેની સિઝનમાં પણ મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ અંગે મોરબી ક્લોક એસોસિયેશનના પ્રમુખ શશાંક દંગી મોરબી અપડેટ.કોમ ને જણાવે છે કે લગ્નસરાની મોસમ શરુ થઈ હોવા છતા પણ હજુ સીઝન જોવા મળતી નથી. જેથી છેલ્લા ૨૫ વર્ષમાં પ્રથમ વખત સિઝનના સમયે મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. જેથી હાલની સિઝનમાં ૩૦ % જેટલો ઉત્પાદનમાં કાપ મુકવાની ફરજ પડી છે.

- text