આજથી મોરબીના પ્રદુષણ કંટ્રોલ માટે કલેક્ટરના જોહેરનામા મુજબ પોલ્યુસન અને આરટીઓ ની ટીમનું લક્ષ્મીનગર પાસે ચેકીંગ શરૂ ..


મોરબીના સિરામિક એકમોમાં વપરાતા રો-મટિરિયલ્સની નિયમિત હજારો ટ્રક રાજસ્થાનથી આવતી હોય છે, જેને તાલપત્રી બાંધવામાં નહીં આવતા ટ્રકમાંથી હવાનું પ્રદૂષણ ફેલાતું હોય જે મામલા ની ગંભીરતાથી નોંધ લઈને તાજેતરમાં અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા નિયમભંગ કરનારા સામે દંડની કાર્યવાહી તેમજ વાહન જપ્તીની સૂચનાઓ આપવામાં આવી છે. જેનો આજ થી અમલ શરૂ કરી દેવાયો છે. આજથી મોરબીના પ્રદુષણ કંટ્રોલ માટે કલેક્ટરના જોહેરનામા મુજબ પોલ્યુસન ની ટીમ , આરટીઓ , તેમજ ડીપાર્ટમેન્ટ ની ટીમનું લક્ષ્મીનગર પાસે ચેકીંગ શરૂ કરી દેવાયું છે.

મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા રો-મટિરિયલ્સની ગાડીઓમાંથી ફેલાતા હવાના પ્રદૂષણથી જન આરોગ્ય પર ખતરો તોળાતો હોય જેની નોંધ લઈને થોડા દિવસો પૂર્વે પ્રદૂષણ બોર્ડ દ્વારા અહેવાલની ગંભીરતાથી નોંધ લઈને તાજેતરમાં અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ મોરબી પી.જી.પટેલ દ્વારા લેખિત હુકમ ફરમાવવામાં આવ્યો છે, જેમાં જણાવ્યું છે કે, રો-મટિરિયલ્સની ટ્રકને તાલપત્રીથી સંપૂર્ણ કવર કરવા જેથી ડસ્ટિંગ થાય તેમજ જાહેરનામાંની બજવણી મોરબી તથા આસપાસના સિરામિક એકમોના વિસ્તારમાં સહેલાઈથી દેખાઈ તેવા સ્થળોએ નકલ લગાવવી, લાઉડ સ્પીકર મારફતે જાહેરાત તેમજ ટીવી ચેનલોમાં કેબલ દ્વારા પ્રસારણ કરી પ્રસિદ્ધ કરવા માટે આદેશ ફરમાવવામાં આવ્યો છે. હુકમનો ભંગ કરનાર સામે ભારતીય ફોજદારી અધિનિયમની કલમ ૨૬૮, ૨૭૮, અને ૧૮૮ મુજબ રૂ. ૧૦,૦૦૦ સુધીના દંડ અથવા ટ્રક જપ્તીની કાર્યવાહી કરવામાં આવશે તેવા આદેશ આપવામાં આવ્યા છે.

નોંધનીય છે કે, મોરબી પંથકમાં ધમધમતા સિરામિક ઉદ્યોગના કારણે રો-મટિરિયલ્સની હેરાફેરી કરનારા વાહનો દિવસ દરમિયાન દોડતા રહે છે જેના કારણે ખુલ્લામાં રો-મટિરિયલ્સનો બારીક ભૂક્કો ઉડતો રહે છે. જે જનઆરોગ્ય માટે હાનિકારક હોવાથી તંત્ર દ્વારા દિશામાં પણ પગલાં ભરવામાં આવ્યા છે.
અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા આપેલા આદેશમાં સિરામિક એકમોની જવાબદારી ફિક્સ કરવામાં આવી છે. જેમાં ટ્રકમાંથી રો-મટિરિયલ્સ ખાલી કર્યા બાદ રિટર્ન થતી ટ્રકોને સંબંધિત એકમ દ્વારા ટ્રકોની સફાઈ કરવા દેવામાં આવતી નથી. જેથી હવાનું પ્રદૂષણ ફેલાય છે. જેથી દરેક એકમને ટ્રકમાંથી રો-મટિરિયલ્સ ખાલી થયા બાદ ટ્રકને સાફ કરીને એકમ પ્રીમાઈસીસમાંથી બહાર કાઢવાના રહેશે અન્યથા હવા પ્રદૂષણ અધિનિયમ ૧૯૮૧ હેઠળ જે તે એકમ સામે પગલાં ભરવામાં આવશે આમ રો-મટિરિયલ્સની હેરફેર કરનારા ટ્રક સામે કાર્યવાહી સાથે સિરામિક એકમોની જવાબદારી ફિક્સ કરવામાં આવી છે જેથી હવાનું પ્રદૂષણ રોકી શકાય.
પ્રદૂષણરોકવા માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટના હુકમમાં સિરામિક એકમોને સૂચના અપાઈ છે કે, રો-મટિરીયલ્સ સપ્લાયરને રો-મટિરિયલ્સ કવર કરેલી ટ્રકમાં મોકલવા જણાવવું અને પરચેઝ ઓર્ડરમાં પણ તે શરત અચૂક લખવી તે ઉપરાંત આરટીઓ અને જીપીસીબીને જૂદા જુદા એન્ટ્રી પોઈન્ટ પર ટીમ બનાવી ટ્રકોની તપાસ કરવાના પણ આદેશ આપવામાં આવ્યા છે. જેનો આજ થી અમલ શરૂ કરી દેવાયો છે. આજથી મોરબીના પ્રદુષણ કંટ્રોલ માટે કલેક્ટરના જોહેરનામા મુજબ પોલ્યુસન ની ટીમ , આરટીઓ , તેમજ ડીપાર્ટમેન્ટ ની ટીમનું  લક્ષ્મીનગર પાસે ચેકીંગ શરૂ કરી દેવાયું છે.