મોરબી જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા વકતુત્વ સ્પર્ધા અને ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો

મોરબી જિલ્લાના માળીયા તાલુકાના મોટીબરાર ગામે મોરબી જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા 29 એપ્રિલ ના રોજ ધોરણ 6 થી 8 માં અભ્યાસ કરતા વિધાર્થીઓ માટે વકતુત્વ સ્પર્ધા યોજાઈ હતી. આ સ્પર્ધા માં જસાપર ,મોટીબરાર, જાજાસર, નાનીબરાર કન્યા અને કુમાર શાળાના પસઁદ કરેલા વિધાર્થીઓ એ ભાગ લીધો હતો. જેમાં કુલ દસ સ્પર્ધકો માંથી પ્રથમ ક્રમે જસાપર પ્રાથમિક શાળા ની હુંબલ અંજના રાજેશભાઈ ,બીજાક્રમે આજ શાળા ની બોરીચા ડિમ્પલ રાજેશ ભાઈ ,ત્રીજાક્રમે નાનીબરાર કુમાર શાળા ની શ્રુતિ સંજય ભાઈ ચાવડા વિજેતા થઈ હતી. આ વિજેતાઓને ઇનામો, પ્રમાણપત્રો ,રોકડ રકમ થી પ્રોત્સાહિત કરાયા હતા. તેમજ આ સંસ્થા દ્વારા અગાવ લેવાયેલી સામાન્ય જ્ઞાન કસોટી માં ઉપરોક્ત પાંચેય કેન્દ્રો માં પ્રથમ,બીજા અને ત્રીજા કર્મે આવનાર વિધાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમ માં મોરબી જિલ્લા આહીર કર્મચારી મંડળ ના પ્રમુખ પ્રો.રામભાઈ વારોતરિયા , ઉપ પ્રમુખ ધીરુભાઈ મિયાત્રા ,અજયભાઇ ડાંગર, સુરેશ ભાઈ રાઠોડ ,માળીયા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ ના પ્રમુખ દિનેશભાઇ હુંબલ, ગામના આગેવાન બાબુભાઇ ડાંગર, સરપંચ કાનજીભાઈ ડાંગર, ગ્રામજનો , શિક્ષકો વગેરે એ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓ ને શિક્ષણ તેમજ કાર્ય પ્રવૃત્તિ નું મહત્વ સમજાવી પ્રોત્સાહિત કર્યા હતા.