ભરતનગર ગામમાં જુગાર રમતા ચાર શખ્સો રૂ. 72 હજાર સાથે પકડાયા

- text


મોરબી : મોરબી તાલુકાના ભરતનગર ગામમાં જાહેરમાં જુગાર રમતા 4 શખ્સોને પકડી પાડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. જુગારની રેઇડ દરમિયાન પડાયેલા ચાર શખ્સો વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

- text

આ બનાવની પ્રાપ્ત વિગત મુજબ મોરબી તાલુકા પોલીસ પેટ્રોલિંગમાં હોય, તે દરમિયાન ભરતનગર ગામમાં જાહેરમાં જુગાર રમતા બેચરભાઈ ભવાનભાઈ પાંચોટીયા, ચંદુભાઈ ઉર્ફે ચકુભાઈ રામજીભાઈ સુરાણી, દિનેશભાઈ હરિભાઈ ગોધાણી અને ચુનીલાલ નરશીભાઈ પાંચોટીયાને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રૂ. 72,750 જપ્ત કરી છે. અને કાયદેસરની કાર્યવાહી કરેલ છે.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા..
મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text