હળવદના મહર્ષિ ગુરૂકુલે ગુજકેટના પરિણામમાં ડંકો વગાડ્યો

- text


હળવદ : હાલ કોરોના કાળ ચાલી રહ્યો છે. સ્કૂલ-કોલેજો બંધ છે. જેથી, વિદ્યાર્થીઓ ઓનલાઇન અભ્યાસ મેળવી રહ્યા છે. ત્યારે ગુજરાત બોર્ડ દ્વારા ગુજકેટની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનું પરિણામ તારીખ ૫/૯/૨૦૨૦ ના રોજ જાહેર થયેલું હતું. જેમાં મહર્ષિ ગુરુકુલના વિદ્યાર્થીઓએ ઓનલાઇન અભ્યાસ મેળવી ગુજકેટની પરીક્ષા આપી હતી. હળવદ તાલુકામાં મહર્ષિ ગુરુકુલના બે વિદ્યાર્થીઓએ પ્રથમ અને દ્વિતીય નંબર મેળવીને સ્કૂલનું નામ રોશન કરીને ડંકો વગાડ્યો હતો.

- text

જેમાં પ્રથમ નંબરે આવનાર પટેલ ખુશએ ૧૨૦ માર્કસમાંથી ૧૦૩ માર્કસ મેળવી ૯૯.૪૫ PR મેળવ્યા હતા. જ્યારે દ્વિતીય નંબરે આવનાર પટેલ તીર્થએ ૧૨૦ માર્ક્સમાંથી ૧૦૨.૫૦ માર્કસ મેળવી ૯૯.૪૦ PR મેળવ્યા હતા. મહર્ષિ ગુરુકુલએ ધોરણ 12 સાયન્સની JEE-JAN ૨૦૨૦મા પ્રથમ અને બોર્ડની માર્ચ ૨૦૨૦ની પરીક્ષામાં હળવદ તાલુકામાં A-ગ્રુપ તથા B-ગ્રુપમાં પ્રથમ દ્વિતીય અને તૃતીય રહ્યું હતું. આ ગુજકેટની પરીક્ષામાં પ્રથમ અને દ્વિતીય નંબર પર આવેલા બંને વિદ્યાર્થીઓને મહર્ષિ ગુરુકુલના મેનેજીંગ ડાયરેક્ટર રજનીભાઈ સંઘાણી તથા સમગ્ર ટીમ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. હાલમાં પણ કોરોનાની મહામારી વચ્ચે મહર્ષિ ગુરુકુલના તમામ વિદ્યાર્થીઓને ઘેર બેઠા ઓનલાઇન શિક્ષણ આપી રહી છે.

- text