ઘાટીલા ગામેથી 8 જુગાર રમતા ઝડપાયા

- text


માળીયા મી. : માળીયા મી. પો.સ્ટે.નો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમ્યાન મળેલી બાતમીને આધારે ઘાટીલા ગામે દરોડો પાડતા 8 પત્તાપ્રેમીઓ જુગાર રમતા ઝડપાયા હતા. પોલીસે જુગારધારાની કલમ હેઠળ તમામ સામે ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text

માળીયા. મી.ના ઘાટીલા ગામે વિનોદભાઈ ધનજીભાઈ ભોજીયા પોતાના કબ્જા હેઠળના એક ખંડેર મકાનમાં બહારથી માણસો બોલાવી જુગાર રમાડે છે તેવી બાતમીને આધારે ઉક્ત મકાનમાં દરોડો પાડતા વિનોદ ધનજીભાઈ ભોજીયા ઉપરાંત રમેશ બાબુભાઇ ભોજીયા, હરિલાલ શિવલાલ ઉભડીયા, ગીરીશભાઈ ભુરજીભાઈ ઉભડીયા, અશ્વિનભાઈ રાઘવજીભાઈ જેતપરિયા, કમલેશભાઈ વેલજીભાઈ સબાપરા, મનહરભાઈ દેવજીભાઈ સબાપરા અને અબ્દુલભાઇ હુસેનભાઈ ચાનીયાને ગંજીપત્તા પર હારજીતનો જુગાર રમતા રોકડ રૂપિયા 74150 સાથે ઝડપી પાડી જુગારધારાની કલમ હેઠળ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text