મોરબીના રીલીફનગર અને અરુણોદયનગરમાં ગટરની સમસ્યાનો તાકીદે ઉકેલ લાવવા માંગ

- text


મોરબી : મોરબીના ન્યુ રીલીફનગર અને અરુણોદયનગરના રહેવાસીઓ દ્વારા ભૂગર્ભ ગટરની સમસ્યાના નિવારણ અંગે નગરપાલિકાના ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરેલ છે.

- text

આ રજુઆતમાં સ્થાનિકોએ જણાવ્યું છે કે ન્યુ રીલીફ નગર અને અરુણોદય નગરની શેરીમાં ભૂગર્ભ ગટરની કુંડી તૂટી ગયેલ છે. આ અંગેની રજૂઆત ગત તા. 22 મેના રોજ કરેલી હતી. પરંતુ આજ સુધી કોઈ પણ કામ આગળ વધ્યું નથી. તો આ કામ જેટલું વહેલું થાય તેટલું વહેલું કરાવી આપવા અપીલ કરી છે. કારણ કે હાલ વરસાદ આવવાના લીધે ગટરનું પાણી ઘરોમાં આવી જાય છે. અને ઘરમાં રહેવું મુશ્કેલ બને છે. હાલ કોરોનાની બીમારીના કારણે ઘરમાં રહેવું હિતાવહ છે પરંતુ આ પરિસ્થિતિમાં ઘરમાં રહેવું પણ મુશ્કેલ છે. આથી, આ સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવા માંગ કરવામાં આવી છે.

- text