ઘાસચારાની આડમાં બોલેરો ગાડીમાં છુપાવેલો 912 બોટલ ઈંગ્લીશ દારૂ ઝડપાયો

- text


પોલીસે ઈંગ્લીશ દારૂ અને બોલેરો ગાડી સહિત કુલ રૂ. 3.73 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો

માળીયા : માળીયા પોલીસે ગતરાત્રે નાઈટ પેટ્રોલીગ દરમિયાન બોલેરો ગાડીમાં ઘાસચારાની પાછળ છુપાવેલો રૂ. 2.73 લાખની કિંમતની 912 બોટલ ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપી લીધો હતો. હાલ માળીયા પોલીસે બોલેરો ગાડીના ચાલક સામે ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરવાનો ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text

મોરબી જિલ્લા પોલીસ વડા કરનરાજ વાઘેલાની સૂચના અને ઇન્ચાર્જ નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક વી.બી.જાડેજાના માર્ગદર્શન હેઠળ માળીયા મિયાણા પોલીસ સ્ટેશનના પીએસઆઇ જી.વી.વાણીયાની સૂચના અન્વયે ચેતનભાઈ કડવાતર, જયસુખભાઈ વસિયાણી, મનસુખભાઇ મંઢ, પંકજભાઈ નાગલા સહિતના માળીયા પોલીસ સ્ટાફ ગતરાત્રે માળીયા નજીક નાઈટ પેટ્રોલીગ કરી રહ્યો હતો. તે દરમિયાન માળીયા જામનગર હાઇવે ઉપર બોલેરો ગાડી નંબર જી.જે.12 સી.ડી.5892 ના ઠાઠામાં ઘાસચારા પાછળ છુપાવેલો રૂ. 2.73 લાખની કિંમતની 912 બોટલ ઈંગ્લીશ દારૂનો જથ્થો મળી આવતા માળીયા પોલીસે રૂ.2.73 લાખની કિંમતની 912 બોટલ ઈંગ્લીશ દારૂનો જથ્થો અને બોલેરો ગાડી મળીને કુલ રૂ. 3.73 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને બોલેરો ગાડીના ચાલક સામે પ્રોહીબિશનનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- text