વિરપર પાસે થયેલી લૂંટના એક આરોપીનો હોસ્પિટલમાંથી કબજો મેળવતી પોલીસ

- text


લૂંટમાં વપરાયેલી છરી અને રોકડ કબ્જે : બીજા આરોપીને હોસ્પિટલમાંથી રજા મળતા બન્નેના રિમાન્ડ મંગાશે : અન્ય લૂંટના ભેદ ખુલવાની શકયતા 

ટંકારા : તાલુકાના વિરપર પાસે છરીની અણીએ બાઈક ચાલકને આંતરી લૂંટ કરનાર નદીમ ઉર્ફે બુધો તથા હુસેન ઈશા લૂંટ કરી ભાગતા સમયે તેના બાઇકનો અકસ્માત થયો હતો. જ્યાં સ્થળ પરથી સ્થાનિકોએ તેને ઝડપી પોલીસને હવાલે કરતા બન્ને ઇજાગ્રસ્ત હોય સારવાર અર્થે હોસ્પિટલે ખસેડાયા હતા. જે બન્ને પૈકી એક આરોપીને હોસ્પિટલમાંથી રજા મળતા પોલીસે તેનો કબજો લીધો છે જ્યારે હજુ એક આરોપી સારવારમાં હોય તેનો કબજો હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ પોલીસ મેળવશે.

- text

ટંકારા તાલુકાના વિરપર ગામ પાસે હાઈવે પર ધોળા દિવસે પસાર થતા બાઇક ચાલકને આંતરીને ડબલ સવારીમા આવેલા મોરબીના સિપાઈવાસ, નગર દરવાજાની રાંગ પાસે રહેતા નદીમ ઉર્ફે બુધો સતારભાઈ વડગામા અને હુશેન ઈશા નામના બે યુવકોએ છરીની અણીઍ સાડાસાત હજારની લુંટ ચલાવી હતી. લૂંટ બાદ બાઈકમા ભાગવા જતા તેઓનુંબાઇક પલટી ખાઇ જતા બન્ને હાઈવે પર ખાબકતા રાહદારીઅોએ તેઓને દબોચી પોલીસને જાણ કરતા પોલીસે બન્ને લુંટારાઅોને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર અર્થે રાજકોટ ખસેડયા હતા. જયા બુધાને રજા આપતા ટંકારા પોલીસે આજે તેનો કબજો લઈ રોકડ રકમ અને છરી કબ્જે કરી છે. અગાઉ કેટલા ગુન્હાને અંજામ આપ્યો છે તેની વિસ્તૃત તપાસ માટે આરોપીની રીમાન્ડ મેળવવા મહિલા ફોજદાર એલ.બી.બગડા, રાઈટર સુરેશભાઈ પટેલ અને હરપાલસિહએ તપાસનો દૌર હાથમાં લીધો છે.

ઉલ્લેખનીય છે કે ટંકારામા રાજકોટ-મોરબી રોડ પર થોડા દિવસ પહેલાં પણ આવી રીતે લૂંટનો પ્રયાસ થયો હતો. જોકે ભોગ બનનારે પોલીસને જાણ કરી નહોતી. આ ગુન્હામાં પણ ભોગ બનાર પોલીસને જાણ કરવામાં આનાકાની કરી હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે ગુનાહિત પ્રવૃત્તિ અટકાવવા માટે પોલીસને પ્રજાજનોએ સાથ આપવો જોઈએ એવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.

- text