મોરબીમાં સગીરા પર દુષ્કર્મના કેસમાં આરોપીને સાત વર્ષની કેદ

- text


સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ કરવાના કેસમાં સ્પે.પોકસો કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો

મોરબી : મોરબી નજીક રહેતી સગીરાનું ત્રણ વર્ષ પહેલાં અપહણ કરીને દુષ્કર્મ કરવાના કેસમાં સ્પેશિયલ પોકસો કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે.જેમાં સ્પે.પોકસો કોર્ટે દુષ્કર્મ કેસમાં આરોપીને તકસીરવાન ઠેરવી તેને સાત વર્ષની કેદની સજા અને રૂ.17500 નો દંડ ફટકાર્યો છે.

- text

આ કેસની જાણવા મળતી વિગતો મુજબ મોરબી નજીક રહેતી સગીરાનું ગત તા.9/12/2016 ના રોજ આરોપી સિરાજ અહેમદ રજામોહમદ મુસ્તીફા રહે યુપી વાળાએ અપહરણ કરી લઈ જઈને દુષ્કર્મ આચર્યું હતું.આ બનાવની પોલીસ ફરિયાદ થતા જે તે સમયે પોલીસે આ આરોપીને ઝડપીને ધોરણસરની કાર્યવાહી કરી હતી.દરમિયાન આ દુષ્કર્મનો કેસ મોરબીની સ્પેશ્યલ પોક્સો કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ સંજયભાઈ દવેની ધારદાર દલીલો તેમજ 15 મૌખિક અને 26 દસ્તાવેજી પુરાવાને ધ્યાને લઈને મોરબી ડીસ્ટ્રીકટ એડીશનલ જજ એમ કે ઉપાધ્યાયે આ કેસમાં આરોપી સિરાજ અહેમદ રજામોહમદ મુસ્તીફા રહે યુપી વાળાને દોષિત ઠેરવી તેને કુલ 7 વર્ષની કેદની સજા અને કુલ રૂ.17500નો દંડ ફટકાર્યો છે.

- text