મોરબીના જાંબુડિયા ગામે 39 ઈંગ્લીશ દારૂની બોટલો સાથે એક ઝડપાયો

- text


મોરબી : મોરબીના જાંબુડિયા ગામે એલસીબીએ 39 ઈંગ્લીશ દારૂની બોટલો સાથે એક શખ્સને ઝડપી લીધો હતો.આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી જિલ્લા પોલીસ વડા કરનરાજ વાઘેલાની સૂચના અને એલસીબી પી.આઈ.વી.બી.જાડેજાના માર્ગદર્શન હેઠળ એલસીબી સ્ટાફના ભગીરથસિંહ જાડેજા અને પૃથ્વીરાજસિંહ જાડેજાને ચોક્કસ બાતમી મળી હતી કે ,મોરબીના જાંબુડિયા ગામે આવેલ એરોવોલ કારખાનાની બંધ પડેલી મજૂરની ઓરડીમાં ભાવેશભાઈ ઈશ્વરભાઈ દલવાડી નામની શખ્સ ઈંગ્લીશ દારૂનો જથ્થો રાખીને ગેરકાયદે ઈંગ્લીશ દારૂનું વેચાણ કરે છે.તેવી બાતમી મળતા એલસીબી સ્ટાફે જાંબુડિયા ગામે આ સ્થળે રેડ પાડીને રૂ.33150 ની કિંમતની 39 ઈંગ્લીશ દારૂની બોટલો સાથે આરોપી ભાવેશ દલવાડીને ઝડપીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

- text