મોરબી સબ જેલના 11 કેદીઓ રાજકોટ જેલમા આપશે ધો. 10 અને 12 બોર્ડની પરીક્ષા

- text


જિલ્લા શિક્ષણાધિકારી અને જેલના સત્તાધીશોએ શુભેચ્છાઓ પાઠવી કેદીઓને રાજકોટ રવાના કર્યા

મોરબી : મોરબી સબજેલના 11 કેદીઓ આ વખતે ધો.10.12 ની બોર્ડની પરીક્ષા આપવાના છે. આ સબ જેલના કેદીઓનું પરીક્ષા આપવા માટે રાજકોટ જેલનું સેન્ટર નિર્ધારિત થયું છે. તેથી, મોરબી સબજેલના 11 કેદીઓને રાજકોટ જેલ સેન્ટરમાં ધો.10, 12ની પરીક્ષા આપવા માટે જિલ્લા શિક્ષણાધિકારી અને જેલના સત્તાધીશોએ શુભેચ્છા પાઠવીને રવાના કર્યા છે.

- text

મોરબી સબજેલમાં જાણ્યે અજાણ્યે ગુનાઓ કરીને નાની મોટી સજા ભોગવતા કેદીઓના માનસ સુધારણા માટે જેલતંત્ર દ્વારા નક્કર પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેલમાં ધાર્મિક શિક્ષણ સહિતની અનેકવિધ પ્રવૃતિઓ કરીને કેદીઓનું માનસ પરિવર્તન કરવાના અથાગ પ્રયાસો કરાઈ છે. ત્યારે જેલ તંત્રના નક્કર પ્રયાસો થકી આ વખતે સબજેલના 11 કેદીઓ ધો. 10, 12ની બોર્ડની પરીક્ષા આપશે.આ કેદીઓનું પરીક્ષા આપવા માટે રાજકોટ જેલ સેન્ટર છે. તેથી, આજે જિલ્લા શિક્ષણાધિકારી બી.એમ.સોલંકી, જેલર એલ.વી પરમાર, જેલના પી.એમ ચાવડા, નવયુગના સંચાલક બળદેવભાઈ સરસાવડીયા, પ્રિન્સિપાલ વિરલ ત્રિવેદી સહિતનાએ જેલના 11 કેદીઓને હોલ ટીકીટ આપી શુભેચ્છાઓ સાથે રાજકોટ રવાના કર્યા છે. જિલ્લા શિક્ષણાધિકારીએ પરિક્ષાલક્ષી માહિતી આપી હતી. જો કે આ જેલના કેદીઓને નવયુગ સ્કૂલ દ્વારા શિક્ષણ આપવામાં આવ્યું હતું.

- text