હળવદમાં પાક વીમા મુદ્દે ખેડૂતો આક્રમક : મામલતદારને આવેદનપત્ર આપ્યું

- text


મોટી સંખ્યામાં ખેડૂતોએ આવેદન આપી પ્રીમિયમ ભરવા છતાં પાક વીમો ન મળવા અંગે ઉગ્ર રોષ વ્યકત કર્યો : પાલ આંબલિયા અને રતનસિંહ ડોડીયાએ પાક વીમા મુદ્દે સરકારની આકરી ઝાટકણી કાઢી આગામી સમયમાં ઉગ્ર આંદોલનની ચીમકી આપી

હળવદ : હળવદમાં આજે ખેડૂતોએ પાક વીમા મુદ્દે સરકાર સામે મોરચો માંડ્યો હતો.જેમાં મોટી સંખ્યામાં ખેડૂતોએ ઉપસ્થિત રહીને પાક વીમા મુદ્દે મામલતદારને આવેદનપત્ર પાઠવીને પાક વિમાનું પ્રીમિયમ ભરવા છતાં પાક વીમો ન મળવા અંગે ભારે રોષ વ્યકત કર્યો હતો.આ તકે પાલ આંબલિયા અને રતનસિંહ ડોડીયાએ હાજર રહી પાક વીમા મુદ્દે સરકારની આકરી ઝાટકણી કાઢી આગામી સમયમાં ઉગ્ર આંદોલનની ચીમકી આપી છે.

હળવદમાં પાક વીમા મુદ્દે મોટી સંખ્યામાં ખેડૂતોએ એકત્ર થઈને ગુજરાત કિશાન સંગઠનના નેજા હેઠળ મામલતદારને આવેદનપત્ર આપીને જણાવ્યું હતું કે ,હળવદ તાલુકામાં મોટાભાગના ખેડૂતો અતિવૃષ્ટિ અને માવઠાના કારણે પાયમાલ થઈ ગયા હતા.જેમાં મગફળી અને કપાસના પાકને મોટાપાયે નુકશાન થયું હોય અને એનું વીમા કવચ મેળવ્યું હોવા છતાં આજદિન સુધી ખેડૂતોને વિમાની રાતી પાઇ પણ મળી નથી.જોકે પાક વીમા કંપની પ્રધાનમંત્રી પાક વીમા યોજનાની ગાઈડ લાઈનમાં બંધાયેલી છે.આમ છતાં પાક વીમા કંપનીઓ મનમાની ચલાવીને ખેડૂતોને અન્યાય કરી રહી છે.જોકે ખુલ્લેઆમ પાક વીમા કંપની ખેડૂતો સાથે અન્યાય કરી રહી હોવાનું દેખાઈ છે છતાં સરકાર કેમ મોન છે અને સરકારનું આવું વલણ તેમને શંકાના દાયરામાં લાવે છે.ત્યારે સરકાર ખેડૂતોનું ખરેખર હિત વિચારતી હોય તો તાકીદે ખેડૂતોને પાક વીમા મામલે યોગ્ય ન્યાય આપે તેવી માંગ કરી છે.

હળવદમા ગુજરાત કિશાન સંગઠનના નેજા હેઠળ પાકવિમા મુદ્દે મામલતદાર કચેરી ખાતે મોટી સંખ્યામાં તાલુકાના ખેડુતોએ આવેદન આપ્યું હતું જેમાં પંથકમાં ૧૪૦ ટકાથી વધારે વરસાદ પડયો છે છતાં પણ પાકવિમા કંપનીએ સર્વે કરવામાં ઠાગાઠૈયા તેમજ પાકવિમા નહીં ચુકવણી થતાં આજે ગુજરાત કિશાન સંગઠન સાથે ખેડૂત આગેવાન પાલ આંબલીયા, રતનસિંહ ડોડીયા સહિત મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યાં હતાં અને પાકવિમા મુદ્દે ગાંધીનગર સુધી લડી લેવાની તૈયારી દર્શાવી હતી.

- text

આ તકે હાજર રહેલા પાલ આંબલીયાએ જણાવ્યું હતું કે , પ્રધાનમંત્રી ફસલ યોજના અંતર્ગત ૭૨ કલાકમાં પાક નુકશાની અંગે જે ખેડુતોએ અરજી કરી હતી તેના આધારે રેંડમલી સર્વે કર્યું હતું છતાંયે વિમા કંપનીએ અરજીઓનો ખેડૂતોને જવાબ આપ્યો કે નિયત સમયમાં અરજીઓ મળી નથી ત્યારે પ્રશ્ન એ થાય છે કે સર્વે કરવા કેવી રીતે આવ્યાં અને નિયત સમયમાં અમે સરકારને અરજી આપી હતી તો સરકારે નિયત સમયમાં અરજી પહોચાડી નથી તો આ માત્ર ખેડુતોનુ નહીં પરંતુ યુનિવર્સલ સોમ્કો કંપનીએ ગુજરાત સરકારનૂ અપમાન કર્યું છે તેમ છતાંય ચુપ છે મૌન છે ત્યારે એનો સીધો સવાલ એ થાય ઉપરથી જ પાછળના બારણેથી મોટો ફાળો લીધો હોય મોટા હપ્તા લી લીધા હોય એટલે વીમા કંપનીઓ સરકારને ખોટી કહે છે તેમ છતાં બધું સહન કરવા તૈયાર છે પરંતુ વિમા કંપની સામે પગલા લેવા તૈયાર નથી આમા ક્યાકની ક્યાક વિમા કંપની સાથે ભાગીદારી છે.

જ્યારે તનસિંહ ડોડીયાએ.જણાવ્યું હતું કે ,હળવદ તાલુકાના ૨૭ હજાર ખેડુતોએ ઓક્ટોબર નવેમ્બર મહિનામાં જે અતિવૃષ્ટિ સરકારે જાહેર કરેલી ૭૨ કલાકની અંદર ખેડુતોએ અરજી કરવાની રહેશે ત્યારે તમામ ખેડુતોએ ૭૨ કલાકની સમય મર્યાદામાં જ અરજી કરી હતી જ્યારે વિમા કંપની ૭૨ કલાક બાદ ખેડુતોએ કરી નથી હળવદ તાલુકાના ૨૭ હજાર ખેડુતોએ અરજી કરી હતી તેમજ પ્રતિ ખેડૂત અરજી કરવાની બદલે રેંડમલી સર્વ કરી જે કપનીને ૯૦ ટકા વિમો આપવા પાત્ર થતો હતો જે ઓનલાઈન સર્વે કર્યો હતો તેમાં પણ ૯૦ ટકા નુકશાન થયું હતું જેમાં ૨૭ હજાર ખેડૂતોને સાડાચારસો કરોડનો પાકવિમા છે જે ૯૦ ટકા લેખે ચારસો કરોડ રૂપિયા આપવાના થતાં હતાં જે વિમા કંપનીએ સરકાર સાથે મળી ગોલમાલ કરી ખેડૂતો સાથે અન્યાય કર્યો છે.

- text