મોરબી : દુકાનદાર સામે ચાઈનીઝ તુક્કલના વેચાણની ફરિયાદ

- text


મોરબી : મોરબીના રવાપર રોડ પર બાપા સીતારામ ચોક પાસે આશાપુરા સીઝન સ્ટોરના દુકાનદાર સામે ચાઈનીઝ તુક્કલના વેચાણની ફરિયાદ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી હતી.

- text

ગઈકાલે તા. 14 જાન્યુઆરીના રોજ મોરબીના રવાપર રોડ પર બાપા સીતારામ ચોક પાસે આશાપુરા સીઝન સ્ટોરના દુકાનદાર આરોપી સંજયભાઈ નારણભાઇ હડીયલ (ઉ.વ. 31, રહે. રવાપર રોડ, નરસંગ ટેકરી પાછળ જગાણીની વાડી) સામે દુકાન બહાર થડામાં સ્કાય લેન્ટર્ન (ચાઈનીઝ તુક્કલ)ના વેચાણ અંગે પ્રતિબંધ હોવા છતાં કી.રૂ. 8000ના કુલ 200 નંગ તુક્કલ વેચાણ અર્થે રાખી ગુનો કર્યાની ફરિયાદ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી હતી. આ બનાવ અંગે મોરબી સિટી એ ડિવિઝન પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text