મોરબી : વિદેશી દારૂના ગુનામાં છ માસથી નાસતો આરોપી ઝડપાયો

- text


મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના વિદેશી દારૂના ગુનામાં છ માસથી નાસતો-ફરતો આરોપી મોરબી પેરોલ ફર્લો સ્ક્વોડ દ્વારા પકડી પાડવામાં આવ્યો છે.

ગઈકાલે તા. 14 જાન્યુઆરીના રોજ મોરબી પેરોલ ફર્લો સ્ક્વોડ દ્વારા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના વિદેશી દારૂના ગુનામાં નાસતો-ફરતો આરોપી આશિષ ઉર્ફે ચકી પ્રહલાદભાઈ ચારોલા (ઉ.વ. 21, રહે. સુરેન્દ્રનગર, માનવ મંદિર પાસે, મૂળચંદ રોડ)ને સુરેન્દ્રનગરના ઉપાસના સર્કલ પાસેથી ઝડપી લેવામાં આવ્યો હતો. આરોપીને મોરબી લાવી પૂછપરછ કરતા તેણે સાગરીતો સાથે ગુનો આચરેલો હોવાની કબૂલાત કરી હતી. આથી, આરોપીની અટક કરી આગળની કાર્યવાહી અર્થે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો હતો.

- text

આ કાર્યવાહીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. મોરબી તથા એ.એસ.આઈ. હીરાભાઈ ચાવડા, પોલીસ હેડ કોન્સ્ટેબલ ચંદ્રકાન્તભાઈ વામજા સહિતના પોલીસ સ્ટાફ જોડાયેલો હતો.

- text