મોરબીના તળાવીયા શનાળા ગામે જુગાર રમતા 7 ઝડપાયા : રૂ. 7.76 લાખની રોકડ કબજે

- text


 

મોરબી : મોરબી તાલુકા પોલીસની ટીમે તળાવીયા શનાળા ગામે ખરેડા જવાના ગાડામાર્ગે ઢોરાવાળી સિમ તરીકે ઓળખાતી સીમમાં આવેલ વાડીની ઓરડીમાં જુગાર રમતા નરભેરામભાઈ છગનભાઇ સંતોકી, પંકજ ઉર્ફે પિન્ટુ જેરાજભાઇ કુંડારીયા, ધનજીભાઈ વલમજીભાઈ, દીપકભાઈ મનસુખભાઇ કાવર, જગદીશભાઈ પ્રભુભાઈ કૈલા, મણિલાલ કરશનભાઈ કાલરીયા અને રમેશભાઈ મહિપતભાઈ નિમાવતને રોકડ રૂ. 7,76,000 મળી કુલ રૂ. 7,81,700ના મુદ્દામાલ સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text