ટંકારાની વિદ્યાર્થિનીની ફી ભરીને મદદરૂપ બનતું મોરબીનું ચિત્રાધૂન હનુમાન મંડળ

- text


ટંકારા : ટંકારાની ગરીબ વિધાર્થીનીની ફી ભરીને આર્થિક રીતે મદદરૂપ બનીને મોરબીના ચિત્રા હનુમાન મંડળએ સરાહનીય કાર્ય કર્યું હતું. ટંકારા તાલુકાના હમીરપર ગામે રહેતી ઠોરિયા નકીતાબેન જગદીશભાઈ શ્રીમતી આર. ઓ. પટેલ વિમેન્સ બી. એડ.કોલેજમાં અભ્યાસ કરે છે. પરંતુ તેના પરિવારની આર્થિક પરિસ્થિતિ નબળી છે અને તેમનો પરિવાર પુત્રીની કોલેજની ફી ભરવા સક્ષમ ન હોવાથી મોરબીનું સેવાભાવી ચિત્રાધૂન હનુમાન મંડળ આ ગરીબ પરિવારની વહારે આવ્યું હતું અને ચિત્રાધૂન હનુમાન મંડળ ગ્રુપે આ ગરીબ વિધાર્થીની બી.એડ સેમ-2ની રૂ. 10 હજારની ફી કોલેજમાં ભરપાઈ કરી દીધી હતી. આ સેવાભાવી ચિત્રાધૂન હનુમાન મંડળે આર્થિક સંકડામણ અનુભવતા ગરીબ પરિવારની દીકરીને અભ્યાસમાં મદદરૂપ બનીને અન્યોને પ્રેરણાબળ પૂરું પાડ્યું છે.

- text