રોટરી ક્લબ ઓફ મોરબી દ્વારા અંધજનોના લાભાર્થે અડદિયાનું વ્યાજબી ભાવે વેચાણ

- text


મોરબી : રોટરી ક્લબ ઓફ મોરબી દ્વારા શુદ્ધ ઘી અને ડ્રાયફ્રુટથી ભરપૂર અડદિયાનું વેચાણ વ્યાજબી ભાવે કરવામાં આવશે. જેનો ભાવ 1 કિલાના 300 રૂ. રહેશે. બહારગામ માટે ટ્રાન્સપોર્ટનો ચાર્જ અલગથી ચૂકવવાનો રહેશે. જે માટેનું બુકીંગ આગામી તા. 9 ડિસેમ્બરથી શરુ થશે. 20 કિલોના ઓર્ડર સાથે હોમ ડીલીવરી ફ્રીમાં કરવામાં આવશે. અડદિયા વેચાણથી થયેલ નફો અંધજનોને આપવામાં આવશે.

- text