Morbi: મતદાતા બન્યા એક દિવસનાં ‘રાજા’: ગિબ્સન મિડલ સ્કૂલ ખાતે મતદારો ઉમટ્યા

- text


Morbi: મોરબી અપડેટની ટીમ મોરબીની ગિબ્સન મિડલ સ્કૂલ મતદાન મથક ખાતે પહોંચી હતી. આજે સમગ્ર ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે મતદાન ચાલુ છે. મોરબી અપડેટની ટીમ મોરબી શહેરનાં વિવિધ વિસ્તારોમાં મતદાન મથકોની મુલાકાત લઇ માહોલ જાણવાનો પ્રયાસ કર્યો છે.

- text

મોરબી શહેરના સામા કાંઠા વિસ્તારમાં આવેલી ગિબ્સન મિડલ સ્કૂલ ખાતે વોકરના સહારે મતદાન કરવા આવેલા 65 વર્ષના દિવ્યાંગ મતદાર સુજાનભાઈએ મોરબી અપડેટ સાથેની વાતચીતમાં જણાવ્યું કે, દેશના વિકાસ માટે મતદાન કરવું જરૂરી છે. ભલે ગમે તે પક્ષને મત આપો પણ મતદાન જરૂરથી કરવું જોઈએ.

- text