સવારે 11 વાગ્યા સુધીમાં પ્રથમ ચાર કલાકમાં 27 ટકા જેટલું મતદાન નોંધાયું

- text


મોરબી વિધાન સભામાં 23.75 ટકા, વાંકાનેર વિધાનસભામાં 28.20 અને ટંકારા વિધાનસભા વિસ્તારમાં 29.43 ટકા મતદાન નોંધાયું

મોરબી : મોરબી જિલ્લામાં શાંતિપૂર્ણ અને ઉત્સાહજનક વાતાવરણમાં મતદાન થઈ રહ્યું છે. શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં મતદાનનો ઉત્સાહ દેખાય રહ્યો છે. મોરબી જિલ્લામાં અમુક જગ્યાએ EVM મશીનોમાં ખામી સર્જાઈ હતી જેને તુરંત જ બદલી નાખવામાં આવ્યા હતા.

જ્યારે મતદાનની ટકાવારીની વાત કરીએ તો સવારે 7 થી 11 વાગ્યા સુધીમાં પ્રથમ ચાર કલાકમાં સરેરાશ મતદાનની ટકાવારીનાં આંકડા જોઈએ તો મોરબી વિધાન સભામાં 23.75 ટકા, વાંકાનેર વિધાનસભામાં 28.20 અને ટંકારા વિધાનસભા વિસ્તારમાં 29.43 ટકા મતદાન નોંધાયું છે.

- text

- text