મોરબી ગ્રામ્ય મામલતદાર નિખિલ મહેતાએ બે શતાયુ મતદારોનું સન્માન કર્યું

- text


Morbi: હાલ મોરબી જિલ્લામાં ભારે ઉત્સાહ સાથે મતદાન પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે વરિષ્ઠ નાગરિકો પણ પોતાનો નાગરિક ધર્મ નિભાવી રહ્યાં છે. મોરબી ગ્રામ્ય મામલતદાર નિખિલ મહેતાએ બે શતાયુ મતદારોનું શાલ ઓઢાડીને સન્માન કર્યું હતું. આ શતાયુ મતદારો યુવાનોને કહે છે કે, જો તેઓ સો વર્ષે પણ લોકશાહીને મજબૂત કરવા માટે કટીબદ્ધ હોય તો, યુવાનો સામે તો તેમનું ભવિષ્ય છે એટલે તેઓ પણ મતદાન કરવા જાય છે અને તેમની સક્રિયતા દેખાડેય

- text

મોરબી તાલુકાના ધરમપુર ગામના 100 વર્ષનાં ઉજીબેનબેન મેરૂભાઈ સુરેલા આજે મતદાન કર્યું હતું. આ ઉપરાંત મોરબી તાલુકાના નારણકા ગામના 100થી વધુની ઉંમરના મોંઘીબેન લખમણભાઈ બોખાણીએ પણ મતદાન કર્યું હતું. મોરબી ગ્રામ્ય મામલતદાર નિખિલ મહેતાએ આ બંને શતાયુ મતદારોને શાલ ઓઢાડીને સન્માનિત કર્યા હતા.

 

- text