ટંકારામાં છેતરપીંડીના ગુનામાં ફરાર બે આરોપીઓ રાજસ્થાનમાંથી ઝડપાયા

- text


ટંકારા : ટંકારામાં છેતરપીંડી અને વિશ્વાસધતના ગુનામાં એક વર્ષથી ફરાર બે આરોપીઓ રાજસ્થાનમાં હોવાની બાતમી મળતા મોરબી જિલ્લા પેરોલ ફર્લો સ્કવોર્ડ રાજસ્થાનમાં દોડી જઈને છેતરપીંડીના બન્ને આરોપીઓની ધરપકડ કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- text

ટંકારામાં છેતરપીંડીના નોંધાયેલા ગુનાની પ્રાપ્ત વિગતો અનુસાર ટંકારા તાલુકાના ધૂનડા (ખાં) ગામે રહેતા કિશોરસિંહ જીલુભા જાડેજાએ ફરિયાદ નોંધાવી હતી કે તેમની પાસેથી અલગ અલગ સમયે રૂ.30 લાખ લઈને પરત ન આપી આરોપીઓએ છેતરપીંડી કરી હતી. ત્યારે મોરબી જિલ્લા પોલીસ વડા કરનરાજ વાઘેલા અને એલસીબીના પીઆઇએ મોરબી જિલ્લામાં નોંધાયેલા ગુનાઓમાં ફરાર રહેલા આરોપીઓને ઝડપી લેવાની સૂચના આપતા મોરબી જિલ્લા પેરોલ ફર્લો સ્કવોર્ડ આ દિશામાં તપાસ હાથ ધરી હતી. દરમિયાન ટંકારાના છેતરપીંડીના બનાવમાં એક વર્ષથી નાસતા ફરતા બે આરોપીઓ રાજસ્થાનમાં હોવાની બાતમી મળતા પેરોલ ફર્લો સ્કવોર્ડના પો.કોન્સ. સહદેવસિંહ જાડેજા, જયેશભાઇ વાઘેલા, હીરાભાઈ ચાવડા, ચંદ્રકાન્તભાઈ વામજાએ રાજસ્થાનમાં જઈને ત્યાંથી બન્ને આરોપીઓ વિજય નરભેરામભાઈ જીવાણી, મહેન્દ્ર નરભેરામભાઈ જીવાણીની ધરપકડ કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text